ઉલ્લેખનીય છે કે, કમલ હસને નાથૂરામ ગોડસેને પહેલો હિંદુ આતંકવાદી કરાર આપ્યો હતો. તેમના આ નિવેદનને લઇને રાજકીય ચર્ચાઓ ઉભી થઇ ગઇ છે. અને હવે સાધ્વી પ્રજ્ઞાએ આ નિવેદન પર પ્રતિક્રીયા આપીને આ વાતને વધુ આગળ વધારી છે, આ પહેલા પણ નથૂરામ ગોડસે પર વિવાદ થઇ ચૂક્યા છે.
નથૂરામ ગોડસે દેશભક્ત છે અને દેશભક્ત જ રહેશે: સાધ્વી પ્રજ્ઞા - Congress
ન્યૂઝ ડેસ્ક: ભોપાલથી BJPના ઉમેદવાર અમે માલેગાંવ બ્લાસ્ટ કેસમાં જામીન પર બહાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે નથૂરામ ગોડસેને દેશભક્ત કરાર કર્યો છે. અભિનેતા કમલ હસનના નિવેદન પર પ્રતિક્રીયા આપતા પ્રજ્ઞાએ કહ્યું કે, નથૂરામ ગોડસે દેશભક્ત છે અને દેશભક્ત જ રહેશે. તેમને આતંકવાદી કહેનારા લોકો પહેલા પોતે શું છે તે ધ્યાનમાં રાખે.
nathuram
નથૂરામ ગોડસેએ મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી હતી. ત્યાર બાદ ગોડસેને ફાંસીની સજા ફટકરવામાં આવી હતી. તમને જણાવી દઇએ કે, સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર પર પણ માલેગાંવ બ્લાસ્ટમાં શામેલ હોવાનો આરોપ છે. સાધ્વી પ્રજ્ઞા BJP તરફથી કોંગ્રેસના દિગ્વીજય સિંહ સામે ભોપાલથી ચૂંટણી લડવાની છે.
ભોપાલ લોકસભા સીટ પર BJPની ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા અને દિગ્વીજય સિંહ વચ્ચે સીધો જંગ છે. આ સીટ પરથી કુલ 30 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. 12મે ના રોજ ભોપાલમાં મતદાન થયુ હતું.
Last Updated : May 16, 2019, 4:39 PM IST