ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભાજપમાં જોડાવા સચિન પાયલટે મને 35 કરોડની ઓફર કરી હતી: કોંગ્રેસ ધારાસભ્ય ગિરરાજસિંહ મલિંગા

કોંગ્રેસના ધારાસભ્ય ગિરરાજસિંહ મલિંગા હોટલ ફેયરમાઉન્ટની બહાર પત્રકારોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, તમામ ધારાસભ્યો જે આત્મસન્માનની લડાઈની વાત કરી રહ્યા છે, તે બધા પૈસા લઈને વેચાઇ ગયા છે.

સચિન પાયલોટ દ્વારા ભાજપમાં જોડાવા મને 35 કરોડની ઓફર કરાઈ હતી : કોંગ્રેસ ધારાસભ્ય ગિરરાજસિંહ મલિંગા
સચિન પાયલોટ દ્વારા ભાજપમાં જોડાવા મને 35 કરોડની ઓફર કરાઈ હતી : કોંગ્રેસ ધારાસભ્ય ગિરરાજસિંહ મલિંગા

By

Published : Jul 20, 2020, 3:58 PM IST

રાજસ્થાન: કોંગ્રેસના ધારાસભ્ય મલિંગાએ કહ્યું કે, મને પણ પૈસાની ઓફર કરવામાં આવી હતી અને મને કહેવામાં આવ્યું હતું કે, પહેલા સુખ નિરોગી કાયા, પછી ઘરમાં માયા,પરંતુ મેં કહ્યું હતું કે, હું કોંગ્રેસને છેતરીશ નહીં. ડિસેમ્બરમાં, મને પૈસાની ઓફર કરવામાં આવી હતી. પૂર્વ નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટે મને પૈસાની ઓફર કરી હતી.

જેની સમગ્ર વાત મેં મુખ્યપ્રધાન અશોક ગેહલોતને પણ કરી હતી. તેણે સચિન પાયલટ પર આરોપ લગાવતા કહ્યું કે, તેણે મને 35 કરોડ આપવાની ઓફર કરી હતી અને કહ્યું હતું કે પહેલા સુખ નિરોગી કાયા, પછી ઘરમાં માયા, તમને જોઈએ એટલા પૈસા મળશે અને ભાજપ સાથે જોડાવાનું કહ્યું હતું. ધારાસભ્ય ગિરરાજસિંહ મલિંગાએ જણાવ્યું હતું કે, આજે કેટલા દિવસો થઈ ગયા, કેટલાંક હરિયાણાની તો ઘણા જયપુરની હોટલોમાં રહે છે.

મને પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલોટ દ્વારા પૈસાની ઓફર કરવામાં આવી હતી. જ્યારે હું મારા કામથી પાયલોટના ઘરે ગયો ત્યારે, તેણે મને 35 કરોડની ઓફર કરી હતી અને ભાજપ સાથે જોડાવાનું કહ્યું હતું. પરંતુ મેં ના પાડી હતી. જ્યારે હું બસપાને છોડીને કોંગ્રેસમાં જોડાયો ત્યારે, લોકોએ મને સ્વીકાર્ય કર્યો હતો. જો તમે કોંગ્રેસ છોડીને જાવ છો, તો જનતાને શું બતાવશો? હું આવુ ખોટુ કામ કરી શકતો નથી. આ વાત અત્યારથી જ નહીં પહેલાથી ચાલી રહી છે, ડિસેમ્બર મહિનામાં ઓફર આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે, મેં ક્યારેય રેકોર્ડિંગ કર્યું નથી કે હું ક્યારેય રેકોર્ડિંગ કરવા માગતો નથી અને હું કોઈના પર ખોટો આક્ષેપ પણ નથી કરી રહ્યો.

ભાજપ હોય કે અન્ય કોઈ પક્ષ, હું કોઈ પર ખોટા આક્ષેપ કરતો નથી. ખોટો આક્ષેપ કરવો તે ખોટી બાબત છે. તેમણે કહ્યું કે, સચિન પાયલોટે કહ્યું હતું કે, તેમને જેટલા પૈસા જોઈએ તે મળશે. તમે ફક્ત મોં ખોલો. એકવાર પંચાયતની સીમાંકન ચાલુ હતી,ત્યારે વાત થઈ હતી અને ફરીથી રાજ્યસભાની ચૂંટણીઓના 15 થી 20 દિવસ પહેલા વાત કરી હતી. મેં આ સમગ્ર મામલે સીએમ અશોક ગેહલોતને જાણ કરી હતી અને કહેવામાં આવ્યું હતું કે, પાર્ટીમાં ગડબડી થઈ રહી છે. તો મુખ્યપ્રધાનએ કહ્યું કે, આ મામલે, બધું ઠીક થઈ જશે.

ગિરરાજ મલિંગાએ કહ્યું કે, માત્ર સચિન પાયલોટ સાથે જ મારી વાત થઈ છે, ભાજપના લોકો સાથે કોઈ વાતચીત થઈ નથી. મારે સચિન પાયલોટ સાથે કોઈ દુશ્મની નથી, મેં જે કાંઈ કહ્યું તે હકીકત છે. તેમણે કહ્યું કે જો આ મામલે સત્યતા નથી, તો હું હિન્દુ ધર્મનો છું, હું કોઈપણ મંદિરની મૂર્તિ પર હાથ મૂકીને સોગંદ ખાઈ શકું છું. આનાથી મોટો કોઈ પુરાવો હોઈ શકે નહીં.

ABOUT THE AUTHOR

...view details