ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સબરીમાલા મંદિરમાં 14 જૂનથી વર્ચ્યુઅલ ક્યૂ સિસ્ટમ દ્વારા ભક્તો દર્શન કરી શકશે - સબરીમાલા મંદિરમાં વર્ચ્યુઅલ ક્યૂ સિસ્ટમ

ભક્તોના દર્શન માટે 9 જૂને સબરીમાલા અયપ્પા મંદિર ખુલ્લું મૂકાયું છે. આ અંગે કેરળના મુખ્ય પ્રધાન પિનારાઇ વિજયને કહ્યું છે કે, આ વર્ષે વર્ચુઅલ ક્યૂ સિસ્ટમ દ્વારા મંદિરમાં દર્શન કરવાની મંજૂરી આપાવમાં આવી છે.

સબરીમાલા મંદિર
સબરીમાલા મંદિર

By

Published : Jun 7, 2020, 4:23 PM IST

Updated : Jun 7, 2020, 7:38 PM IST

તિરુવનંતપુરમ (કેરળ): ભારતના સૌથી મોટા મંદિરોમાંનું એક સબરીમાલા મંદિર 75 દિવસ પછી 14 જૂને ભક્તો માટે ખુલશે. જો કે, આ સમય દરમિયાન કેટલાક પ્રતિબંધ અને નિયમોનું પાલન કરવું પડશે.

વર્ચુઅલ ક્યૂ સિસ્ટમ દ્વારા સબરીમાલા અયપ્પા મંદિરમાં દર્શન કરવાની મંજૂરી આપવામાં આવી છે. એક સમયમાં 200 વ્યક્તિઓને મંદિરમાં દર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે અને ગર્ભગૃહની નજીક ફક્ત 50 વ્યક્તિઓને જ મંજૂરી આપવામાં આવશે.

દર્શનનો સમય સવારના 4થી બપોરના 1 અને સાંજના 4થી રાતના 11 સુધીનો રહેશે. પંબા દ્વારા જ મંદિરમાં પ્રવેશ કરવામાં આવશે અને અન્ય તમામ પ્રવેશ બંધ રહેશે.

કેરળ દેવસ્વોમ મંત્રી કડકમપલ્લી સુરેન્દ્રને કહ્યું કે, અન્ય રાજ્યોથી આવતા ભક્તોને મંદિરની મુલાકાત લેવા કેરળ સરકારના ઇ-જાગૃતિ પોર્ટલ પર નોંધણી કરાવી પડશે. નોંધણી કરતી વખતે, તેઓએ ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) દ્વારા માન્ય કોરોના નેગેટિવ પ્રમાણપત્ર અપલોડ કરવું પડશે.

અપ્પમ અને અરવાન પ્રસાદ મેળવવા ભક્તોએ ઓનલાઇન બુકિંગ કરાવું પડશે. નેય્યાભિષેકમની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. કાઉન્ટર પરથી અભિષેક બાદ ભક્તો ઘી મેળવી શકશે.

કેન્દ્રની માર્ગદર્શિકા મુજબ 65 વર્ષથી ઉપરના લોકો અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. કોવિડના નિયમોનું પાલન કરતી વખતે કોડીયેટ્ટૂ અને અરટ્ટૂ સહિતના ધાર્મિક વિધિઓ અને રિવાજો મર્યાદિત રહેશે.

Last Updated : Jun 7, 2020, 7:38 PM IST

ABOUT THE AUTHOR

...view details