સબરીમાલા મંદિરમાં બે મહિના ચાલનારી વાર્ષિક તીર્થયાત્રા શરૂ થઈ ગઈ છે. તીર્થયાત્રા શરૂ થયાની સાથે જ ભગવાન અયપ્પાના દર્શન કરવા ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે, પરંતુ 26 ડિસેમ્બરે સવારે 7.30 થી 11.30 સુધી સુર્યગ્રહણને કારણે સબરીમાલા મંદિરના કપાટ 4 કલાક માટે બંધ રહેશે. તે દિવસે સૂર્યગ્રહણ સવારે 8.06 થી 11.13 સુધી રહેશે.
સબરીમાલા મંદિરના કપાટ 26 ડિસેમ્બરે 4 કલાક બંધ રહેશે, જાણો કારણ
તિરુવનંતપુરમ: 26 ડિસેમ્બરે સુર્યગ્રહણને કારણે સબરીમાલા મંદિરના કપાટ ચાર કલાક બંધ રહેશે. સબરીમાલા મંદિરમાં બે મહિના સુધી ચાલતી વાર્ષિક તીર્થયાત્રા 17 નવેમ્બરથી શરૂ થઈ છે. ત્યારથી સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શાનાર્થે ભક્તોની ભીડ જોવા મળી રહી છે.
rere
મંદિરના કાર્યકારી અધિકારીએ જણાવ્યું કે, રાબેતા મુજબ પરંપરાગત પૂજા અને અનુષ્ઠાન કર્યા બાદ મંદિરના કપાટ બંધ કરવામાં આવશે. સુર્યગ્રહણ બાદ શુદ્ધિકરણ કર્યા પછી ફરી કપાટ ખોલવામાં આવશે.