28 સપ્ટેમ્બર, 2018ના રોજ સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરને લઈને બહુમતથી ચુકાદો આપ્યો હતો. આ ચુકાદામાં આદેશ કરવામાં આવ્યો હતો કે બધી જ સ્ત્રીઓને મંદિરમાં પ્રવેશ મળે.
સુપ્રીમ કોર્ટ દ્વારા 2018માં સબરીમાલા મંદિરમાં માસિક ધર્મની ઉંમરની મહિલાઓને પ્રવેશની પરવાનગી આપી હતી. પરંતુ કોર્ટે આ નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. હવે આ અંગે પુનર્વિચાર કર્યા બાદ સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપવા જઈ રહી છે.આ વિવાદ અંદાજે છેલ્લા 30 વર્ષોથી ચાલી રહ્યો છે. મતભેદ એ વાત પર છે કે, માસિક ધર્મની સ્ત્રીઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશવાની પરવાનગી આપવી જોઈએ કે નહીં.
શું છે મંદિરને લઈ માન્યતા
મંદિરને લઈ એવી માન્યતા છે કે, મંદિરમાં વિરાજમાન ભગવાન અયપ્પા નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. તેમણે આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું.
અયપ્પા રજસ્વલા( માસિક સ્રાવ ) મહિલાઓથી દૂર રહેવા માંગતા હતા
સબરીમાલા મંદિર કેરળના પતનમથિટ્ટા જિલ્લામાં આવેલું છે. માનવામાં આવે છે કે, ભગવાન અયપ્પા રજસ્વલા મહિલાઓથી દૂર રહેવા માંગતા જેના કારણે તેઓ જંગલમાં ગયા હતા.
61 કિલોમીટરની પદયાત્રા કરે છે. તીર્થયાત્રી
આ મંદિરના દર્શન માટે તીર્થયાત્રી અંદાજે 61 કિલોમીટરની પદયાત્રા કરે છે. સાથે 41 દિવસનું કથિન વ્રત બાદ તે મંદિરમાં દર્શન કરે છે.
કેરળ સરકારે 2006માં એક અરજી દાખલ કરી હતી
સબરીમાલા વિવાદ ત્યારે પ્રકાશમાં આવ્યો હતો જ્યારે કેરળ સરકાર દ્વારા 2006 માં હાઈકોર્ટના આદેશની વિરુદ્ધ જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, મહિલાઓ પર મંદિરના રિવાજો અને પરંપરા અનુસાર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા.
1991 કેરળ હાઈકોર્ટનો મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ
2006 મહિલાઓને મંદિરમાં પ્રવેશ કરવાનો દાવો
2008 પ્રતિબંધ પર સવાલ ઉઠાવનાર અરજીને LDFનું સમર્થન