પુતિન અને મોદી વચ્ચે થયેલી આ બેઠકમાં તેમણે બંને દેશો વચ્ચે વિશેષ રાજકીય ભાગીદારીને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા થઇ. વડાપ્રધાન મોદી 11માં બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા પહોંચ્યા છે.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને PM મોદીને વિજય દિવસના કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું, PM આપશે હાજરી - મોદી રશિયામાં
બ્રાસીલિયાઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આગામી વર્ષના મે મહિનામાં રશિયામાં યોજાનારા વિજય દિવસ સમારોહ માટે આમંત્રણ પાઠવ્યું છે. મોદી 11માં બ્રિક્સ સંમેલનમાં સામેલ થવા માટે બ્રાઝિલમાં છે. જ્યાં બંને નેતાઓએ વચ્ચે મુલાકાત થઈ હતી.
આ સંમેલન આતંકવાદ વિરોધી સહયોગ માટે રણનીતિ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ઉપરાંત દુનિયાની પાંચ મુખ્ય અર્થવ્યવસ્થાઓ સાથે ભારતના સંબંધોને મજબૂત કરશે. બ્રિક્સ વિશ્વની પાંચ ગતિશિલ અર્થવ્યવસ્થાઓનું સમૂહ છે, જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સામેલ છે.
મોદીએ આ બેઠક દરમિયાન કહ્યું કે, સતત ચાલતી બેઠકોએ આપણા સંબંધોને મજબૂત કર્યા છે. અમારા દ્વિપક્ષીય સંબંધોનો વિસ્તાર થઈ રહ્યો છે. પુતિને મોદીને મે મહિનાના વિજય દિવસ કાર્યક્રમ માટે રશિયાની યાત્રાનું આમંત્રણ પાઠવ્યું છે. હું ખૂબ જ ઉત્સાહિત છું, કારણ કે ફરીથી તમને મળવાની તક મળશે. રાષ્ટ્રપતિ પુતિન સાથેની બેઠક ખૂબ જ જોરદાર રહી હતી.