મોસ્કો: રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF)એ બુધવારે રેડ્ડીઝ લેબોરેટરીઝ લિમિટેડ ઓફ ઈન્ડિયાને રશિયન કોવિડ-19 વેક્સિન સ્પૂતનિક વીના 10 કરોડ ડોઝ આપવાના કરારની પુષ્ટિ કરી છે. RDIFએ રશિયાનું સાર્વભૌમ સંપત્તિ નિધિ છે. તે જ સમયે, રેડ્ડીઝ લેબોરેટરીઝ લિમિટેડ વૈશ્વિક ફાર્માસ્યુટિકલ કંપની છે. તેનું મુખ્ય મથક ભારતમાં છે.
રશિયા વર્ષ 2020ના અંત સુધીમાં ભારતને 10 કરોડ કોરોના રસી આપશે - ડૉક્ટર રેડ્ડીઝ લેબોરેટરીઝ લિમિટેડ
RDIF અને ડૉક્ટર રેડ્ડીઝ લેબોરેટરીઝ લિમિટેડે ભારતમાં સ્પૂતનિક વી વેક્સિને ક્લિનિકલ ટ્રાયલ અને રસી પહોંચાડવા માટે સંમતિ આપી છે. ભારત સરકારની મંજૂરી મળ્યા પછી આરડીઆઈએફ, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ લિમિટેડને આ રસી સપ્લાય કરશે. રસી વિતરણ 2020ના અંતમાં શરૂ થઈ શકે છે.
RDIF અને ડૉક્ટર રેડ્ડીઝ લેબોરેટરીઝ લિમિટેડે ભારતમાં સ્પૂતનિક વી વેક્સિને ક્લિનિકલ ટ્રાયલ અને રસી પહોંચાડવા માટે સંમતિ આપી છે. ભારત સરકારની મંજૂરી મળ્યા પછી RDIF, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ લિમિટેડને આ રસી સપ્લાય કરશે. રસી વિતરણ 2020ના અંતમાં શરૂ થઈ શકે છે.
RDIFના સીઇઓ કિરીલ દિમિત્રીજો કહ્યું કે, ડૉ રેડ્ડી રશિયામાં 25 વર્ષથી વધુ સમયથી છે અને તે ભારતની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાંની એક છે. તેમણે કહ્યું કે, કોરોના વાઇરસથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. અમારું માનવું છે કે, સ્પૂતનિક વી ની રસી ભારતને કોરોના સામેની લડતમાં સલામત અને વૈતજ્ઞાનિક રૂપે માન્ય વિકલ્પ પ્રદાન કરશે.