હૈદરાબાદ : ભારત આગામી મહિનામાં રશિયામાં આયોજિત બહુપક્ષીય વૉર ગેમ અટલે કે, યુદ્ધાભ્યાસમાં તેમની ત્રણ સેનાઓની એક ટૂકડીને મોકલશે. કોરોના વાયરસ મહામારીની શરૂઆત બાદ ભારત પ્રથમ વખત કોઈ મેગા મિલિટ્રી ડ્રિલમાં ભાગ લેવા જઈ રહ્યું છે.
કાવકાઝ 2020 સ્ટ્રૈટજિક કમાંડ પોસ્ટ એકસસાઈઝમાં ભારત સિવાય ચીન, પાકિસ્તાન અને શંધાઈ સહયોગ સંગઠનના અંદાજે 20 દેશો ભાગ લેશે.આ મેગા મિલિટ્રી ડ્રિલ દક્ષિણી રુસના અસ્ત્રાખન વિસ્તારમાં 15 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર સુધી ચાલશે. ભારત-ચીનના સૌનિકો આતંકવાદને રોકવા માટે મિલિટ્રી ડ્રિલમાં એક સાથે અભ્યાસ કરશે.
આ સૈન્ય અભ્યાસ એવા સમયે થઈ રહ્યો છે. જ્યારે પૂર્વી લદ્દાખમાં ભારત-ચીન વચ્ચે સરહદ તણાવ ચાલી રહ્યો છે. જેને લઈ બંન્ને દેશોએ સરહદ પર અંદાજે 100,000 સૌનિકો તૈયાર કર્યા છે. એટલું જ નહિ બંન્ને દેશોએ સરહદ પર મિસાઈલ તેમજ અનેક સુરક્ષા ઉપકરણ પણ તૈયાર કર્યા છે.
આપને જણાવી દઈએ કે, 15 જૂનના પૂર્વી લદ્દાખમાં ભારત- ચીન સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા. આ અથડામણમાં ચીનના અંદાજે 43 સૌનિકો ઘાયલ થયા હતા. પરંતુ ચીને હજુ સુધી કોઈ આધિકારીક પુષ્ટિ થઈ નથી.
ભારત અને ચીન બંન્ને દેશોએ કાવકાઝ 2020 (Kavkaz 2020)માં ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ એ વાતનો સંકેત આપે છે કે, બંન્ને દેશો રશિયાના નજીક છે. બંન્ને દેશોનું એક સાથે ભાગ લેવો રશિયાની પ્રતિષ્ઠાને પણ વધારશે. કારણે કે, હાલમાં જ ભારત અને ચીન સરહદ વિવાદને લઈ અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતાને નકારી હતી.
પૂર્વી લદ્દાખમાં તણાવને ઓછો કરવા માટે ભારત-ચીન વચ્ચે બેઠકોનો સીલસીલો ચાલું છે, પરંતુ હવે સરહદ પર તણાવ ઓછો થવાના કોઈ સંકેત જોવા મળતા નથી. ત્યારે બંન્ને દેશો વચ્ચે લાંબા સમય સુધી તણાવ ચાલી શકે છે.