ડોલરની સામે રૂપિયો પડ્યો નબળો - Gujarati news
ન્યુઝ ડેસ્કઃ વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો અને રૂપિયો વિશ્વની મુખ્ય ચલણની તુલનાએ ડોલર સામે નબળો રહ્યો છે.
ફાઈલ ફોટો
રૂપિયો ડોલર સામે 6 પૈસા ઘટીને 69.40ની સપાટીએ બંધ રહ્યો હતો. બજાર વિશ્લેષકોના જણાવ્યા મુજબ, સ્થાનિક ચલણ ગલ્ફ ક્ષેત્રમાં જન્મેલા તણાવથી અસરગ્રસ્ત થયું છે. યુએસ સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વ દ્વારા આ વર્ષે વ્યાજના દરમાં ઘટાડાના સંકેતો દર્શાવ્યા બાદથી ડોલરમાં કમજોરી જોવા મળી રહી હતી. ડોલર ઈંડેક્સ પાછલા સત્રની બરાબરીએ 0.17 ટકાની ગીરાવટ સાથે 95.808 પર બંધ રહ્યું હતું.