JNUમાં ABVP સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ પર લેફ્ટના વિદ્યાર્થી સંગઠન SSI, DSF અને આઈસા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ હુમલો કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. હુમલામાં 15 વિદ્યાર્થીઓ સહિત JNUSUના અધ્યક્ષ આઈશા ઘોષને ગંભીર ઈજા પહોંચી છે. તો 11 વિદ્યાર્થીઓ લાપતા છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ધોરણએ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.
ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને મળવા પહોંચ્યા પ્રિયંકા ગાંધી JNUમાં પ્રદર્શન દરમિયાન હિંસા: અનેક વિદ્યાર્થીઓ ઘાયલ વિદ્યાર્થી પર થયેલા હુમલા પગલે અનેક રાજનેતાઓ સહિત પોલીસ અધિકારીઓ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં, ત્યારે કેટલાંક રાજનેતાઓ બળતી આગમાં પોતાનો રોટલો શેકતા જોવા મળી રહ્યાં છે. તો બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ, સોનિયા ગાંધી અને દિલ્હીના મુખ્યપ્રઘાન અરવિંદ કેજરીવાલ આ ઘટનાને વખોડતા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને મદદે આવ્યાં છે. સાથે તેમને ન્યાય મળે તેની માગ કરી રહ્યાં છે.
એચ.આર.ડી.નું નિવેદન
આ મુદ્દે માનવ સસાંધન વિકાસ મંત્રાલય તરફથી નિવેદન આવ્યું કે, માસ્ક પહેરેલા કેટલાક લોકોનું જૂથ જે.એન.યુ.માં ઘુસી ગયુ અને ત્યાં પથ્થરમારો કર્યો. વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો અને મિલ્કતને નુકસાન પહોંચાડ્યું.
અરવિંદ કેજરીવાલનું નિવેદન
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના પ્રાંગણમાં હિંસા બાદ તાત્કાલિક ઉપરાજ્યપાલ અનિલ બૈજલને પોલીસને યુનિ.માં વ્યવસ્થા જાળવી રાખવાના નિર્દેશ આપવા માગ કરી. ઉપરાજ્યપાલે કહ્યું કે, તેમણે પોલીસને હુમલાખોરો વિરૂદ્ધ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. કેજરીવાલે ઘટના પર સતર્કતા દાખવીને કહ્યું કે, યુનિ.ઓમાં વિદ્યાર્થીઓ સુરક્ષિત નહીં હોય તો દેશ કેવી રીતે પ્રગતિ કરશે.
કેજરીવાલે ટ્વીટ કર્યુ કે, "હું JNUમાં થયેલી હિંસા વિશે સાંભળી સ્તબ્ધ છું. વિદ્યાર્થીઓ પર ખોટી રીતે હુમલા કરાયા. પોલીસે તરત જ હિંસા અટકાવીને શાંતિ સ્થાપિત કરવાની જરૂર હતી."