ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાહુલ ગાંધીના ‘ડંડા માર’ નિવેદન પર લોકસભામાં હોબાળો - latest news of pm mody

લોકસભામાં રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન પર હોબાળો થયો હતો. કારણ કે, કેન્દ્રીય પ્રધાન હર્ષવર્ધનને રાહુલ ગાંધીને તેમના નિવેદનને માટે વિચિત્ર ગણાવ્યાં હતા.

Indian students from China
Indian students from China

By

Published : Feb 7, 2020, 1:06 PM IST

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે રાહુલ ગાંધીના નિવેદનના કારણે લોકસભામાં ભારે વિવાદ થયો હતો. આ પહેલા પણ વડાપ્રધાન મોદીએ લોકસભામાં રાહુલ ગાંધીના ‘ડંડા માર’ના નિવેદન પર કટાક્ષ કર્યો હતો. આજે ફરી આ જ નિવેદનને લઈને લોકસભામાં હોબાળો થયો હતો.

બે દિવસ પહેલા રાહુલ ગાંધીએ PM મોદી પર એક નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, "આજે રોજગારની તંગી છે ત્યારે વડાપ્રધાન જે રીતે મોદી વાતો કરી રહ્યાં છે, એના પરથી લાગે છે કે, જો છ મહીના પછી દેશના યુવાઓને રોજગાર નહીં મળે તો, યુવાઓ તેમને ડંડાથી મારશે."

ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણની ચર્ચામાં ભાગ લેતાં વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીના નિવેદન પર લાલ આંખ કરી હતી. તેમણે રાહુલ ગાંધીનું નામ લીધા વિના કહ્યું હતું કે, "હું પીઠ મજબૂત કરી રહ્યો છે. કારણ કે, કોઈ નેતાએ કહ્યું છે કે, મને ડંડા પડશે."

આમ, આજે ફરી આ જ નિવેદનને લઈને લોકસભામાં હોબાળો થયો હતો. જેના કારણે સ્પીકરને સભાની કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી.

ABOUT THE AUTHOR

...view details