આરએસએસની વાર્ષિક સમન્વય બેઠકના પહેલા દિવસે NRCની અંતિમ યાદી અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી. સંઘના પૂર્વોત્તર રાજ્યોના પ્રભારી રામ માધવે દાવો કરતાં કહ્યુ હતું કે, યાદીમાંથી બહાર થયેલા લોકોમાં સૌથી વધુ હિંદુઓ છે.
NRCની યાદી અંગે RSSએ વ્યક્ત કરી શંકા, મોટાભાગના હિંદુઓ યાદીમાંથી બહાર - રામ માધવ
પુષ્કરઃ આસામની NRCની અંતિમ યાદી જાહેર થઈ ગઈ છે. આ લિસ્ટ અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે શંકા વ્યક્ત કરી હતી. સંઘે દાવો કર્યો છે કે, આ યાદીમાં ઘણી ખામીઓ છે. સરકારે આ ખામીઓ દુર કરવી જોઈએ.
NRCની યાદી અંગે RSSએ વ્યક્ત કરી શંકા, મોટાભાગના હિંદુઓ યાદીમાંથી બહાર
બેઠક પછી RSSના સરકાર્યવાહક દત્તાત્રેય હોસબોલેએ મીડિયા સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યુ હતું કે, NRC જટીલ પ્રશ્ન છે. આ યાદીમાં મહત્તમ બાંગ્લાદેશી ઘુસણખોરો પોતાના નામ ઉમેરાવામાં સફળ થયા છે.
તેમણે ઉમેર્યુ હતું કે, આસામમાં 35-40 લાખ બાંગ્લાદેશીઓને ભૂતકાળમાં સરકારે દસ્તાવેજો બનાવી આપ્યા છે. આ જટિલ મુદ્દાઓનો સમાધાન જરુરી છે.