નાગપુર: દેશમાં કોરોના સંકટ વચ્ચે RSS પ્રમુખ મોહન ભાગવત રવિવારે સાંજે કોવિડ-19 મહામારી મુદ્દા પર ઓનલાઇન વાતચીત કરી હતી. આ વાતચીતમાં ભાગવતે કહ્યું કે, આપણે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરી કોરોના સામે લડાઈ લડવાની છે. આપણે, સમાજ અને દેશને સ્વદેશી અપનાવવું પડશે.
સમાજ અને દેશે સ્વદેશી અપનાવવું પડશે, એક સાથે મળી લડવાનું છેઃ મોહન ભાગવત
દેશમાં કોરોના સંકટ વચ્ચે RSS પ્રમુખ મોહન ભાગવત રવિવારે સાંજે કોવિડ-19 મહામારી મુદ્દા પર ઓનલાઇન વાતચીત કરી હતી. આ વાતચીતમાં ભાગવતે કહ્યું કે, આપણે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરી કોરોના સામે લડાઈ લડવાની છે. આપણે, સમાજ અને દેશે સ્વદેશી અપનાવવું પડશે.
સમાજ અને દેશે સ્વદેશી અપનાવવું પડશે, એક સાથે મળી લડવાનું છેઃ મોહન ભાગવત
મોહન ભાગવતના ભાષણના અંશો
- વિકટ સંજાગોમાં સૌને રાહત મળે એ પણ ધ્યાન રાખવું પડશે.
- લોકોએ પોતોની આદતો પણ વ્યવસ્થિત રાખવી જોઇએ.
- આપણે સારી વાતોનો પ્રચાર-પ્રસાર કરવો જોઇએ.
- આપણે ધૈર્ય રાખવાનું છે. સારા દિવસ આવશે.
- પોતાનું સારું જોઇ 6 દોષો ખતમ કરવાના છે.
- આપણે આળસ અને દીર્ઘ સૂત્રતા છોડી તત્પરતા રાખવી જોઇએ.
- આપણે સમજી વિચારીને કામ કરવું જોઈએ, ભય અને ક્રોધને ટાળો.
- આપણને ઉશ્કેરવા વાળા પણ ઓછા નથી, આપણે ધીરજ રાખવાની છે
- હાથ ધોવા, માસ્ક લગાવવા, દવા લેવી એ જરૂરી છે,
- ખૂબ સાવધાનીપૂર્વક અને સજાગતાથી કામ કરવું પડશે
- કોરોના સામે લડવામાં સૌ કોઇ આપણા છે. આપણે મનુષ્યોમાં ભેદ નથી કરતા.
- આપણી સેવાનો આધાર પોતાનાપણાની ભાવના, સ્નેહ અને પ્રેમ છે.
- બધાને મદદ પહોંચે તેવું કામ કરવું પડશે.
- આપણા દેશનો વિષય આપણી ભાવના સાથે સહયોગ કરવાનો છે,
- 130 કરોડનો સમાજ ભારતમાતાના પુત્ર છે અને આપણા ભાઇ છે.
- જો કોઇ ઘટના થાય છે તો પ્રતિક્રિયા આપવાની નથી. ભય અને ક્રોધવશ થતા કૃત્યોમાં આપણને સામેલ થવાનું નથી,
- બે સન્યાસીઓની હત્યા થઇ, નિવેદનો થઇ રહ્યા છે. પરંતુ કાયદો કોઇને હાથમાં લેવો જોઇએ નહીં,
- આપણે દેશહિતમાં સકારાત્મક બનીને રહેવું જોઇએ.
- સન્યાસીઓની હત્યા થઇ, આ સન્યાસીઓ માનવ પર ઉપકાર કરનારા લોકો હતા.
- રોગપ્રતિરોધક ક્ષમતા વધે તેના માટે યોગ છે, આસન છે.
- આપણને આપણી સેવામાં સૌને સામેલ કરવા પડશે, સૌનો સહયોગ મેળવવો પડશે.
- પહેલી વખત વિશ્વ આવી સ્થિતિનો સામનો કરી રહ્યું છે.