નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ (RSS), સંગઠનને લઇ ગેરસમજ દૂર કરવાના પ્રયાસમાં આજ રોજ મંગળવારે ભારતભરના 70 કટાર લેખકો સાથે એક વિશેષ બેઠકનું યોજી રહ્યું છે. આ સમગ્ર માહિતી સુત્ર પાસેથી જાણવા મળી હતી.
RSSએ 70 કટાર લેખકો સાથે બંધ બારણે યોજી બેઠક - RSS પ્રમુખ
RSS પ્રમુખ મોહન ભાગવત મંગળવારે 70 કટાર લેખકો સાથે બંધ બારણે બેઠક યોજી હતી. આ તકે સંગઠન અંગેની ગેરસમજને દૂર કરવા એક બેઠક યોજાી હતી.
RSSએ 70 કટાર લેખકો સાથે બંધ બારણે યોજી બેઠક
RSS પ્રમુખ મોહન ભાગવતે ગયા વર્ષે આતંરરાષ્ટ્રીય મીડિયા સંગઠનોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી, પરંતુ આ બેઠકમાં તે સંબોધન કરી શકે છે. મંગળવારના રોજ મળેલી બેઠકમાં 70 જેટલા કટાર લેખકો ઉપસ્થિત રહ્યાં હતાં. જેઓ અલગ-અલગ ભાષાઓના લેખક છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર, નવી દિલ્હીના છતરપુરમાં મળેલી બેઠક બંધ બારણે યોજાઇ હતી.