ઉત્તર પ્રદેશઃ ગોરખપુરમાં ગણતંત્ર દિવસની ઉજવણીમાં નિમિત્તે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવત હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓને 71મા ગણતંત્ર દિવસ નિમિત્તે સંબોધન આપતા મોહન ભાગવતે કહ્યું હતું કે, આપણે 71મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યા છિએ, 15 ઓગસ્ટ 1947ના દિવસે આઝાદ થયેલા આપણા દેશને સ્વતંત્ર રીતે ચલાવવો જોઈએ, પહેલા આપણે ગુલામ હતા. અંગ્રેજો રાજ કરતા હતા. આપણે આઝાદી માટે સંઘર્ષ કરી રહ્યા હતા. આપણે આઝાદ થયા બાદ પણ તેમના નિયમો પ્રમાણે સાશન ચાલતું હતું. તે સમયના આપણા તપસ્વી, વિદ્વાનો અને નેતાઓએ વિચાર કર્યો કે, ભારતને પોતાની અનુસાર સતા ચલાવવા માટે પોતાનું આગવું તંત્ર ઉભુ કરવું પડશે.
ગોરખપુરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે કર્યું સંબોધન - મોહન ભાગવત
ગોરખપુરમાં ગણતંત્ર દિવસની ઉજવણીમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે હાજરી આપી હતી. CAA અંગે દેશમાં ચાલી વિવાદો અને હિંસા કરવાવાળા લોકો પર તેમણે પરોક્ષ રીતે નિશાન સાધ્યું હતું. તેમણે બંધારણીય અધિકારો સાથે સાથે ફરજોનું પણ પાલન કરવા સૂચન કર્યું હતું.
બંધારણને દેશના લોકતંત્રનો કિલ્લો કહેતા ભાગવતે જણાવ્યું હતું કે, ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે સંસદમાં શપથગ્રહણ કરતા સમયે કહ્યું હતું કે, ભારતનાં લોકોએ બંધારણ મુજબ જ પ્રજાસત્તાક દેશ ચલાવવાનો છે. આપણે આપણા સપનાનું ભારત બનાવવું હોય તો, આપણે બંધારણના મુલ્યો આત્મસાત કરી તેની સાથે ચાલવું પડશે. આપણે બંધારણની શપથ લીધી છે. ત્યાગની ભાવના સાથે જીવન જીવી દેશની સેવા કરવી, એ દરેક ભારતીયની નૈતિક ફરજ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ભારત ચાલશે તો ભારત અનુસાર ચાલશે. દુનિયામાં ભારત પોતાનું આગવું અસ્તિત્વ ઉભું કરવા પોતાનું તંત્ર જોઈશે. 26 જાન્યુઆરી, 1950ના રોજ આપણે એ તંત્રને લાગૂ કર્યું હતું. સંસદે જ્યારે સ્વતંત્રતાની નિશાની એવા ત્રિરંગાને પોતાના રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકાર્યો, ત્યારે જ આ તંત્ર સ્થાપાયું ગયું હતું. રાષ્ટ્રધ્વજ પર સૌથી ઉપર કેસરિયો ભગવો રંગ અંકિત છે. જે આપણા દેશની પરંપરામાં સર્વમાન્ય અને શ્રદ્ધાની નજરે જાનારો રંગ છે.