ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અયોધ્યા નિર્ણય: RSS પ્રમુખ ભાગવત બોલ્યા- વિશ્વાસ છે કે, સરકાર ઝડપી કામ કરશે - અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય

નવી દિલ્હી: અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય પર RSS પ્રમુખ મોહન ભાગવતે પ્રતિક્રિયા આપી હતી અને તેઓએ આ નિર્ણયને આવકાર્યો હતો. ભાગવતે કહ્યું કે, બઘુ જ ભૂલીને એકસાથે મળીને મંદિરના નિર્માણમાં સાથે કામ કરીએ. તેઓએ વધુમાં કહ્યું કે, આ નિર્ણયને જય-પરાજયની નજરથી જોવામાં ન આવે.

અયોધ્યા નિર્ણય: RSS પ્રમુખ ભાગવત બોલ્યા- વિશ્વાસ છે કે સરકાર ઝડપી કામ કરશે

By

Published : Nov 9, 2019, 3:20 PM IST

તેઓએ બધા જ પક્ષોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ વિવાદની પુર્ણાહુતીની દિશામાં સુપ્રીમ કોર્ટના નિર્ણયના રુપે એકબીજાના વિવાદને પુરી કરનારી પહલ સરકાર તરફથી થશે, તેવો અમને વિશ્વાસ છે.


જણાવી દઇએ કે વિવાદીત કેસમાં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. નિર્ણય વિવાદિત જમીન પર રામલલાના હકમાં સંભળાવ્યો છે. નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે રામ મંદિર વિવાદિત સ્થળ પર બનશે અને મસ્જિદના નિર્માણ માટે અયોધ્યામાં 5 એકર જમીન અલગથી ફાળવવામાં આવી છે.

કોર્ટે કહ્યું કે 2.77 એકર જમીન કેન્દ્ર સરકાર હેઠળ રહેશે. કેન્દ્ર અને ઉતર પ્રદેશ સરકારને મંદિર બનાવવા ત્રણ મહીનામાં એક ટ્ર્સ્ટ બનાવવાનો આદેશ આપવામાં આવ્ચો છે.

સુપ્રીમ કોર્ટની 5 જજની બેંચએ નિર્મોહી અખાડા અને શિયા વક્ફ બોર્ડના દાવાઓને નકાર્યા, પરંતુ સાથે જ તેને કહ્યું કે નિર્મોહી અખાડેને ટ્ર્સ્ટમાં જગ્યા આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details