- વિજયાદશમી પર RSSના પ્રમુખ મોહન ભાગવતનું સંબોધન
- દશેરાની દેશવાસીઓને શુભેચ્છા
નવી દિલ્હી : દશેરાના અવસર પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કાર્યકરોને સંબોધન કર્યું હતું. તેમણે કોરોના વાઇરસ રોગચાળાને અંકુશમાં લેવા બદલ સરકારની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, વિશ્વના અન્ય દેશોની તુલનામાં ભારત કટોકટીની આ સ્થિતિમાં વધુ સારી રીતે ઉભું દેખાય છે.ચીની ઘુસણખોરીનો ઉલ્લેખ કરતા ભાગવતે કહ્યું હતું કે, ભારતના શાસન, વહીવટ, સૈન્ય અને લોકો આ હુમલાની સામે ઉભા થયા છે અને પોતાનો આત્મસન્માન, બહાદુરી બતાવી છે. તેમણે કહ્યું કે, આપણે બધાથી મિત્રતા ઈચ્છીએ છીએ, પરંતુ આપણી સદ્ભાવનાને નબળી ન માનવી જોઈએ.