નાગપુરમાં RSSનો 25 દિવસીય પ્રશિક્ષણ શિબિર શરૂ - રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 850થી પણ વધુ સ્વયંસેવકો 25 દિવસ ચાલનારા વિશેષ પ્રશિક્ષણ કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રશિક્ષણ કાર્યક્રમની શરૂઆત સોમવારથી થઈ હતી. રેશમીબાગના સ્મૃતિ મંદિર પરિસરમાં 25 દિવસનો શિબિર આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં ભાગ લઈ રહેલા 40થી 65 વયના સ્વયંસેવકોની પસંદગી દેશના અલગ અલગ વિસ્તારોથી કરવામાં આવી છે.
file photo
કુલ 852 સ્વયંસેવક સંઘ શિક્ષા વર્ગ,વિશેષ પ્રશિક્ષણ કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા છે.ઉમેદવારને સંબોધિત કરતા વી ભાગય્યાએ જણાવ્યું કે, સંઘ શિક્ષા વર્ગ, તૃતીય વર્ષ દેશના રાષ્ટ્રીય એકતાને અનુભવ કરવાનો અવસર છે, જે અમારી એકતાનું પ્રતિક છે. તેમણે વધુમાં કહ્યું કે, આ રીતના પ્રશિક્ષણમાં ભાગ લેવું તમામ સ્વયંસેવકોનું સપનું હોય છે.