ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ધરણા પર બેઠેલા સાસંદો માટે ચા લઇને પહોંચ્યા રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ, મોદીએ કર્યા વખાણ - વડાપ્રધાન મોદીનું ટ્વીટ

રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયેલા વિપક્ષના આઠ સાંસદો સોમવારથી સંસદ પરિસરમાં ધરણા પર બેઠા છે. તેઓ કૃષિ બિલ અને તેના સસ્પેન્શનનો વિરોધ કરી રહ્યા છે. ડેપ્યુટી ચેરમેન હરિવંશ આ સાંસદો માટે ચા લઈને જાતે પહોંચ્યા હતા.

પરસ
ુપસક

By

Published : Sep 22, 2020, 10:32 AM IST

નવી દિલ્હી: ખેડૂતોને લગતા બીલો અને આઠ સાંસદોની સસ્પેન્શનને લઈને વિપક્ષ નારાજ છે. સસ્પેન્ડેડ સાંસદ ધરણા પર બેઠા છે. આજે સવારે રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ ચા સાથે ધરણા સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે તે તેમના સાથીને મળવા આવ્યા છે. આ તેની અંગત મુલાકાત છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વીટ

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને ઉપાધ્યક્ષના વ્યવહારની પ્રસંશા કરી હતી. તેમણે કહ્યું હરિવંશનો વ્યવહાર સ્ટેટસમેન જેવો છે.

વડાપ્રધાનએ ટ્વીટ કરીને કહ્યું કે આ હરિવંશજીની ઉદારતા અને મહાનતા દર્શાવે છે. લોકશાહી માટે આના સિવાય બીજો સુંદર સંદેશ શું હોઈ શકે. હું આ માટે તેમને અભિનંદન આપું છું.

રાજ્યસભામાં હંગામો થતાં સોમવારે વિપક્ષોએ આઠ વિપક્ષી સભ્યોના સસ્પેન્શન માટે સરકાર પર પ્રહાર કર્યા હતા અને આ પગલાના વિરોધમાં સંસદ ભવન સંકુલમાં વિરોધ પણ નોંધાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details