ગુજરાત

gujarat

ETV Bharat / bharat

DMKના રાજ્યસભાના સાંસદ આરએસ ભારતીના વચગાળાના જામીન મંજૂર - DMK Rajya Sabha MP granted interim bail

ચેન્નાઈ પોલીસે શનિવારે દ્રવિડ મુનેત્ર કઙગમના (DMK) રાજ્યસભાના સાંસદ આરએસ ભારતીની ધરપકડ કરી હતી. ભારતી પર આ વર્ષે ફેબ્રુઆરીમાં અનુસૂચિત જાતિના લોકો સામે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. જોકે, DMK નેતાને થોડા સમય બાદ વચગાળાના જામીન મળી ગયા હતા.

આરએસ ભારતી
આરએસ ભારતી

By

Published : May 23, 2020, 1:08 PM IST

તામિલનાડુ: DMK રાજ્યસભાના સાંસદ આરએસ ભારતીના વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. 14 ફેબ્રુઆરી 2020ના રોજ અનુસૂચિત જાતિ (એસસી) સમુદાયના લોકો વિરૂદ્ધ કરેલા વિવાદાસ્પદ ભાષણ બદલ ચેન્નાઈ પોલીસે તેમને ધરપકડ કરી હતી.

આરએસ ભારતીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, મધ્યપ્રદેશમાં એક પણ ન્યાયાધીશ અનુસૂચિત જાતિનાં નથી. પરંતુ તમિલનાડુમાં, કાલિગ્નરે (ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એમ કરુણાનિધિ) પ્રથમ એસ વરદરાજનને હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા હતા. જે બાદ ઘણા લોકોની નિમણૂક કરી હતી. આ નિમણૂંકો દ્રવિડ ચળવળ અંતર્ગત કરાયેલા દાનથી વધુ કંઈ નથી.

ઉલ્લેખનીય છે કે, આરએસ ભારતી વર્તમાન મુખ્યપ્રધાન અને અન્ય પ્રધાનો સામે ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદો નોંધાવતા રહે છે. અદાલતે હાલ તેમની વચગાળાના જામીન અરજી મંજૂર કરી છે.

ABOUT THE AUTHOR

...view details