ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હૈદરાબાદ: શમશાબાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાંથી 6 કરોડનું સોનું ઝડપાયું - 6 કરોડનું સોનું ઝડપાયું

કાગળો વિના શમશાબાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી કાગળો વિનાનું અંદાજે 8 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આ પાર્સલ હૈદરાબાદથી મુંબઇ મોકલવામાં આવી રહ્યું હતું.

ETV BHARAT
શમશાબાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાંથી 6 કરોડનું સોનું ઝડપાયું

By

Published : Oct 5, 2020, 4:27 AM IST

હૈદરાબાદ: શમશાબાદ એરપોર્ટના કસ્ટમ ડેપ્યુટી કમિશ્નરે રવિવારે માહિતી આપી કે, શમશાબાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી અંદાજે 8 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, જપ્ત કરવામાં આવેલા સોનાની કિંમત રૂપિયા 6.62 કરોડ આંકવામાં આવી રહી છે.

આશંકાના આધારે પૂછપરછ

કસ્ટમ્સના ડેપ્યુટી કમિશ્નર શિવકૃષ્ણએ જણાવ્યું કે, 3 ઓક્ટોબરના રોજ દસ્તાવેજો વિનાનું સોનાના બિસ્કીટ અને ઘરેણાંનું પાર્સલ હૈદરાબાદથી મુંબઇ લઈ જવામાં આવી રહ્યું હતું. આ પાર્સલનો કોઈ યોગ્ય દસ્તાવેજ નહીં હોવાથી, તેમણે આશંકાના આધારે પૂછપરછ કરી હતી.

પાર્સલમાંથી મળ્યાં ઘરેણાં

તેમણે કહ્યું કે, પાર્સલ ખુલ્લું હતું અને વિવિધ સોનાના ઘરેણાં, વિદેશી સોનાની લાકડીઓ, હીરા, કિંમતી પત્થરો, સ્ટેઈનલેસ સ્ટીલની ઘડિયાળો, પ્લેટિનમ ટોપ, પ્રાચીન સિક્કાઓ મળી આવ્યા હતા. કોઈપણ પ્રકારના કાગળો વિના મોટી માત્રામાં સોનું ળઇ જવામાં આવી રહ્યું હતું. જે કસ્ટમ્સ એક્ટ-1962 અને સેન્ટ્રલ જીએસટી એક્ટ-2017 વિરુદ્ધ છે.

વધુમાં કસ્ટમ્સના ડેપ્યુટી કમિશ્નર શિવકૃષ્ણએ માહિતી આપી હતી કે, અંદાજે 2.37 કિલો સોનાના બિસ્કીટ, 5.63 કિલો સોનાના ઘરેણાં જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details