લખનઉ: કાનપુર પોલીસ હત્યાકાંડના મુખ્ય આરોપી વિકાસ દુબે પર ઈનામી રાશિ વધારી દેવામાં આવી છે. કાનપુર પોલીસ હત્યાકાંડના મુખ્ય આરોપી વિકાસ દુબેની ધરપકડ માટે પોલીસ સતત પ્રયત્ન કરી રહી છે. ઉત્તરપ્રદેશ પોલીસે વિકાસ દુબે પર ઈનામી રાશિની જાહેરાત 5 લાખ કરી છે.
કાનપુર ફાયરિંગ મામલો, ગેગસ્ટર વિકાસ દુબે પર ઇનામની રકમ 5 લાખ કરાઈ - latestgujaratinews
કાનપુરમાં પોલીસ પર હુમલાના મુખ્ય આરોપી વિકાસ દુબે પર ઈનામની રકમ વધારી દેવામાં આવી છે. જેમાં 50 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ કરવામાં આવી હતી, ત્યારે હવે 5 લાખની ઈનામની જાહેરાત કરી છે.
vikas dubey
તમને જણાવી દઈએ કે, જ્યારે પોલીસ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, ત્યારે ગેગસ્ટર વિકાસ દુબે પર 50 હજારની ઈનામની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ 1 લાખથી વધારી 5 લાખ કરવામાં આવી છે.
કાનપુરમાં કુખ્યાત ગેગસ્ટર વિકાસ દૂબેને પકડવા ગયેલી પોલીસ ટીમ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 8 પોલીસકર્મીઓ શહીદ થયા હતા. ફાયરિંગમાં 6 પોલીસકર્મીઓ સહિત 7 લોકો ધાયલ થયા છે. વિકાસ ઉત્તરપ્રદેશનો કુખ્યાત ગેગસ્ટર છે.