દિયોનર પોલીસના જણાવ્યાં પ્રમાણે "બુધવારે સાંજે ચેમ્બુરમાં એક ટેક્સી એગ્રિગેટર સાથે સંકળાયેલ કેબીનમાંથી રોકડ રકમ કબ્જે કરવામાં આવી હતી.
ચૂંટણી પંચની સ્કવોડે આવકવેરા વિભાગના ડેપ્યુટી કમિશ્નર અતુલ પાંડેને આ બાબતની જાણકારી આપી હતી. આ અંગે આગળની તપાસ આઈટી વિભાગ કરશે.
આઈટી વિભાગે જણાવ્યુ હતું કે "આ મામલામાં હજુ સુધી અમે કોઈ કેસ નોંધ્યો નથી. કારણ કે અમને હજુ સુધી ખબર નથી કે કોના પૈસા છે. આ નાણાં કયા હેતુ માટે લઈ જવાતા હતાં તે અંગે પણ જાણકારી મળી નથી. મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરની વિધાનસભાની ચૂંટણી માટેના આદર્શ આચારસંહિતાને ધ્યાનમાં રાખીને નાણાં જપ્ત કરાયા છે."
આચારસંહિતા 21 સપ્ટેમ્બરથી અમલમાં હોવાથી, આઇ-ટી વિભાગે સમગ્ર મુંબઈમાંથી 1 ઓક્ટોબર સુધીમાં 4 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ રકમ જપ્ત કરી છે. 28 સપ્ટેમ્બરે પણ કાંદિવલીમાં એસયુવી કારમાંથી 1 કરોડ રૂપિયા ઝપ્ત કરવામાં આવ્યા હતાં.