ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગેસ સિલીન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો, ગ્રાહકોને આજથી મળશે ફાયદો

​​​​​​​નવી દિલ્હીઃ રસોઈ ગેસ સિલીન્ડરની કિંમતમાં ભારે ઘટાડો થયો છે. 1 જુલાઈથી ગ્રાહકોને આનો ફાયદો મળશે. મળતી માહિતી મુજબ LPG સિલેન્ડરની કિંમતમાં 100.50 રૂપિયાનો ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે.

By

Published : Jul 1, 2019, 8:26 AM IST

LPG Gas

દર મહિનાની પહેલી તારીખથી LPG સિલીન્ડરની કિંમતમાં બદલાવ કરવામાં આવે છે. આ વખતે સબ્સિડી વગરના LPG સિલેન્ડરની કિમતમાં 100.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડો રવિવારે અડધી રાત્રિથી લાગૂ થઈ ગયો છે. આનો લાભ ગ્રાહકને સામવારથી ફાયદો મળશે.

ઈન્ડિયન ઑયલ કૉરપોરેશન (IOC) મુજબ હાલ સબ્સિડી વગરના ગેસ સિલીન્ડરની કિંમત 737.50 રૂપિયા છે, જે આજથી ઘટીને 637 રૂપિયા થઈ ગયો છે. હવે ગ્રાહકોને સીધા 100 રૂપિયા 50 પૈસાની બચત થશે. ગ્રાહકો માટે આ મોટી રાહતની ખબર છે.

સબ્સિડાઈઝ્ડ LPG સિલીન્ડરની કિંમતમાં કોઈ પ્રકારનો બદલાવ કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં સબ્સિડાઈઝ્ડ LPG ગેસ સિલીન્ડર (14.2 કિગ્રા)ની કિંમત 497.37 રૂપિયા છે. આ પહેલા 1 જૂનથી સબ્સિડીવાળા ગેસ સિલીન્ડરની કિંમતોમાં વધારો થયો હતો.

પાછલા ઘણા સમયથી ઉમ્મીદ કરવામાં આવી રહી હતી કે, કેન્દ્ર સરકાર ગેર સબ્સિડી વાળા ગેસ સિલેન્ડર પર પણ ગ્રાહકોને કાંઈક રાહત આપી શકે છે. રસોઈ ગેસ સિલેન્ડર પૂરા કરનાર સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે કિમત નક્કી કરે છે.

પાછલા ઘણા મહિનાઓથી સતત રસોઈ ગેસની કિમતોમાં વઘારો જોવા મળ્યો હતો, પરંતુ આજથી સબ્સિડી વગરના ગેસ સિલેન્ડરની કિમતમાં મોટો ઘટાડો થયો છે.

ABOUT THE AUTHOR

...view details