ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રામ મંદિર નિર્માણમાં સ્વેચ્છાએ યોગદાન આપીશઃ રોશન બેગ

બેંગલુરુઃ ધારાસભ્ય રોશન બેગ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના આરોપમાં કોંગ્રસમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિર નિર્માણમાં સ્વેચ્છાએ સહકાર આપશે.

રોશન બેગ

By

Published : Nov 10, 2019, 11:27 AM IST

બેગે કહ્યું કે, તમે (હિન્દુ) રામ મંદિર બનાવો અમે પણ સહકાર આપીશું. કૃપા કરીને અમને પણ સાથે રાખો. અમને મળેલી જમીન પર મસ્જિદ બાનાવામાં તમારો સહયોગ જોઈએ છે.

આઠ વખત ધારાસભ્ય તરી રહેલા બેગે પત્રકારોને કહ્યું હતું કે, આપણે સાથે મળીને એક મંદિર અને મસ્જિદ બનાવીશું.

બેગે અયોધ્યા અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારીને કહ્યું કે, મેં એક વર્ષ પહેલા કહ્યું હતું કે, જો રામ મંદિર ભારતમાં નહીં બને તો તે પાકિસ્તાનમાં બનાવવામાં આવશે.

તેમણે વધુમાં કહ્યું કે, અમે હંમેશાં કહ્યું છે કે સુપ્રીમ કોર્ટના કોઈપણ નિર્ણય હશે તેનું આપણે આદર આપીશું. તેમણે કહ્યું કે મુસ્લિમ ધાર્મિક નેતાઓ પણ સર્વાનુમતે કહી રહ્યા છે કે તેઓ નિર્ણયની સાથે છે.

બેગે મુસ્લિમ અરજદારોને અયોધ્યા કેસમાં ચૂકાદાને પડકાર ન આપવા પણ અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details