ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં મહિલા સબ ઇન્સપેક્ટરને અજાણ્યા શખ્સે ગોળી મારી કરી હત્યા - dilhi latest news

દિલ્હીમાં સબ ઇન્સ્પેક્ટર પ્રીતિ રાત્રે 9.30 વાગ્યે રોહિણી ઇસ્ટ મેટ્રો સ્ટેશનથી તેના ઘરે જઈ રહી હતી, ત્યારે કોઈ અજાણ્યા શખ્સે તેને બંદૂક વડે માથામાં ગોળી મારી હતી.

સબ ઇન્સ્પેક્ટર પ્રીતિ
સબ ઇન્સ્પેક્ટર પ્રીતિ

By

Published : Feb 8, 2020, 7:59 AM IST

નવી દિલ્હી: રાજધાની દિલ્હીના રોહિણી વિસ્તારમાં એક અજાણ્યા વ્યક્તિએ સબ ઈન્સ્પેક્ટરના માથામાં ગોળી મારીને હત્યા કરી દીધી હતી. સબ-ઇન્સ્પેક્ટર પ્રીતિ દિલ્હીના રોહિણી ઇસ્ટ મેટ્રો સ્ટેશનથી પોતાના ઘરે જઈ રહ્યાં હતાં, ત્યારે આ ઘટના બની હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, સબ ઇન્સ્પેક્ટર પ્રીતિ રાત્રે 9.30 વાગ્યે રોહિણી ઇસ્ટ મેટ્રો સ્ટેશનથી પોતાના ઘર તરફ જઈ રહ્યાં હતાં, તે જ સમયે એક અજાણ્યો વ્યક્તિ ત્યાં આવ્યો, અને બંદૂક બહાર કાઢી અને માથામાં ગોળી મારી હતી. જેમાં પ્રીતિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details