દક્ષિણ દિલ્હીના ઓખલા-કાલિંદીકુંજ સ્થિત કંચનજુંગામાં રહેનારા રોહિંગ્યા મુસલમાને નાના બાળકોને મફતમાં શિક્ષણ આપવાનું શરુ કર્યું છે. એમાંથી થોડા લોકોએ એક નાની એકેડમી શરૂ કરી છે. જેમાં તેઓ શિક્ષણ આપવામાં મદદ કરે છે.
રોહિંગ્યા મુસલમાન રેફ્યુઝી કેમ્પમાં બાળકોને આપે છે શિક્ષણ
નવી દિલ્હી: હાલ સમગ્ર દેશમાં જ્યારે નાગરિકતા સંશોધન બિલની ચર્ચા થઈ રહી છે, ઘણાં રોહિંગ્યા લોકોને આ વાતનો ડર પણ સતાવી રહ્યો છે. ત્યારે ભારતમાં શરણ લઈ રહેતા રોહિંગ્યા લોકોના બાળકોની ખાવા-પીવા તથા શિક્ષણને લઈ પણ અનેક લોકો આગળ આવી રહ્યા છે. આવી જ એક શરુઆત દક્ષિણ દિલ્હીના વિસ્તારમાં રહેતા રોહિંગ્યા મુસલમાનોએ બાળકોને શિક્ષણ આપવા માટે એકેડમી શરૂ કરી છે. સાથે જ શરણાર્થીઓને રહેવા દેવા માટે ભારતનો આભાર વ્યક્ત કર્યો છે.
ભારતનો આભાર માન્યો
કેન્દ્ર સરકાર તરફથી NRC લાગૂ થયા અંગેની વાતમાં અહીંયાના લોકોમાં ડર છે અને એ લોકો ભારતમાં રહેવા માટે માગ કરી રહ્યા છે. ત્યાં રહેનારા શરણાર્થીઓએ જણાવ્યું કે, તેઓ ભારતના લોકોનો આભાર માને છે કે, તેમને અપનાવવામાં આવ્યા છે.
બાળકોના અભ્યાસ માટે શરૂ કરી એકેડમી
નૂર યુનુસ નામના બર્માથી આવેલા એક શરણાર્થીએ જણાવ્યું કે, તેમણે બાળકોને શિક્ષણ આપવા માટે નાની એકેડમી શરૂ કરી છે. જેમાં આજૂ-બાજૂના બાળકો અભ્યાસ કરવા આવે છે. તેમણે જણાવ્યું કે, અંદાજે 22 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે, જે કમ્પ્યૂટર, ગણિત અને અંગ્રેજીનો અભ્યાસ કરે છે.