બેંગલુરુઃ કર્ણાટક સરકારે કોરોના સામે લડવા માટે રોબોટની મદદ લેવાનું શરૂ કરૂ દીધુ છે. કર્ણાટક દેશનું પહેલું રાજય છે, જે કોરોના સામે જંગ લડવા માટે રોબોટનો ઉપયોગ કરી રહ્યું છે. જેના માટે આઈટી કંપની વિપ્રો મદદ કરી રહ્યું છે. તબીબી શિક્ષણ વિભાગ કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર માટે રોબોટ્સની મદદ લઈ રહ્યું છે. જુદા જુદા પ્રકારના બે થી ત્રણ રોબો લોન્ચ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
કર્ણાટક સરકારે કોરોના સામે લડવા રોબોટની મદદ લેવાનું શરૂ કર્યુ
કર્ણાટક સરકારે કોરોના સામે જંગ લડવા માટે રોબોટની મદદ લેવાનું શરૂ કર્યુ છે. કર્ણાટક પહેલું રાજ્ય છે, જે કોરોના સામે લડવા રોબોટનો ઉપયોગ કરી રહ્યું છે.
Etv bharat
કોઈ પણ દર્દીને પહેલા રોબોટ કોરોના વાયરસ તાવ અને બીપીની તપાસ કરી પછી ડોક્ટર્સ પાસે મોકલશે. જોકે, તે હજી પણ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ મેડિકલ સ્ટાફનું કહેવું છે કે, તે આઇસીયુની બહારથી પણ જવાબ આપી શકશે. રોબો ડેમો ટેસ્ટ બેંગલુરુ મેડિકલ કૉલેજ રિસર્ચ ટીમ દ્વારા વિક્ટોરિયા હોસ્પિટલમાં કરવામાં આવી રહ્યું છે. જો તે સફળ થશે તો કોરોનાના દર્દીઓને સારવારમાં ઉપયોગી બનશે. આ ડૉકટરો માટે પણ એક મોટા રાહતના સમાચાર છે.