રોબર્ટ વાડ્રાને દુષ્કર્મ પીડિતાના પિતાને મળવાની મંજૂરી અપાઈ નહીં - Latest news of delhi
કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા 12 વર્ષીય દુષ્કર્મ પીડિતાની તબિયત જાણવા એઈમ્સ પહોંચ્યા હતા. પરંતુ તેમને વોર્ડમાં જવાની મંજૂરી આપવામાં આવી ન હતી અને પીડિતાના પિતાને પણ વાડ્રાને મળવા આવવા દીધા ન હતા. વાડ્રાએ તે બાળકીના પિતા સાથે ફોન પર વાત કરી હતી.

નવી દિલ્હી: રોબર્ટ વાડ્રાએ એઈમ્સ કેમ્પસ પરથી જ બાળકીના પિતાને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, તેમને મળવા તેઓ એઈમ્સના ટ્રોમા સેન્ટર આવ્યા છે. તેણે કહ્યું કે, તે એકવાર તેમને મળી ચૂક્યા છે અને હવે ફરીવાર મળીને પૂછવા માગે છે કે, તેને વધુ મદદની જરૂર છે? તેણે કહ્યું કે તે એઈમ્સ કેમ્પસમાં છે, પરંતુ તેને વોર્ડની અંદર જવાની મંજૂરી નથી, તો શું તે નીચે આવીને તેને મળી શકે? તે નીચે તેમની રાહ જોઈ રહ્યા છે. જો તમે નીચે આવીને મળી શકો તો તમે આવો.
બાળકીના પિતાએ વાડ્રાને કહ્યું કે, તેમને પણ નીચે આવવા નથી દેતા, પરંતુ થોડા સમય પછી તે જાતે જ ફોન કરશે અને નીચે આવીને તેમને મળશે. વાડ્રાએ કહ્યું કે, તે ફરીથી બાળકીને મળવા આવશે. કોઈ પણ તેમને મળવા માટે રોકી શકે નહીં અને તેઓની મદદ માટે જે કંઇ જરૂરી છે તે તેઓ ચોક્કસપણે કરશે. વાડ્રાએ બાળકી માટે જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી.
ઉલ્લેખનીય છે કે, 7 ઓગસ્ટના રોજ દિલ્હીમાં 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તેની હાલત ગંભીર હોવાથી તેને એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવી છે. હાલમાં બાળકીની હાલત સ્થિર છે.