ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં થયેલી ભૂલને લઇને રોબર્ટ વાડ્રાએ કર્યો સવાલ - ફેસબુક પોસ્ટ

નવી દિલ્હી: પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં થયેલી ભૂલને લઇ રોબર્ટ વાડ્રાએ નિવેદન આપ્યું હતું. વાડ્રાએ કહ્યું કે, 'આ પ્રિયંકા, મારી પુત્રી, પુત્ર, મારા અથવા ગાંધી પરિવારની સુરક્ષા માટે જ નથી.’

પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં થયેલી ભુલને લઇને રોબર્ટ વાડ્રાએ કર્યો સવાલ
પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં થયેલી ભુલને લઇને રોબર્ટ વાડ્રાએ કર્યો સવાલ

By

Published : Dec 3, 2019, 1:35 PM IST

વાડ્રાએ એક ફેસબુક પોસ્ટમાં કહ્યું કે, અમારી સુરક્ષા ખાસ રીતે અમારા દેશની મહિલાઓને સુરક્ષિત રાખવા અને સુરક્ષિત હોવાનો અહેસાસ કરાવવાને લઇને છે. તેઓએ આરોપ લગાવ્યો છે કે, દેશમાં સુરક્ષા સાથે ચેડા કરવામાં આવી રહ્યાં છે.

પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં થયેલી ભુલને લઇને રોબર્ટ વાડ્રાએ કર્યો સવાલ

વધુમાં કહ્યું કે, છોકરીઓ સાથે છેડછાડ અને દુષ્કર્મ થઇ રહ્યું છે. દરેક નાગરિકની સુરક્ષાની જવાબદારી છે. જો આપણે દેશ અને આપણા ઘરમાં જ સુરક્ષીત નથી, રસ્તાઓ પર સુરક્ષીત નથી, દિવસ અને રાત્રે સુરક્ષીત નથી, તો આપણે ક્યાં અને ક્યારે સુરક્ષિત છીએ.

ABOUT THE AUTHOR

...view details