તેમણે એમ પણ કહ્યું હતું કે, અમેઠી અને રાયબરેલીમાં નામાંકન દરમિયાન પણ હાજર રહેશે.
પ્રિયંકા બાદ હવે રોબર્ટ વાડ્રા આવશે કોંગ્રેસની વ્હારે, સમગ્ર દેશમાં પ્રચાર કરશે વાડ્રા - campaining
ન્યૂઝ ડેસ્ક: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા પણ લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરતા જોવા મળશે. તેમણે આ અંગે કહ્યું હતું કે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નામાંકન બાદ સમગ્ર દેશમાં કોંગ્રેસ માટે પ્રચાર કરીશ.

રોબર્ટ વાડ્રા
વાસ્તવમાં જોઈએ તો ફેબ્રુઆરીમાં જ વાડ્રાએ સક્રિયા રાજકારણમાં આવવાના સંકેત આપી દીધા હતા. તેમણે તે સમયે પણ કહ્યું હતું કે, જો ચૂંટણી લડવાની વાત આવશે તો હું જન્મ ભૂમિ મુરાદાબાદથી જ ચૂંટણી લડીશ. ત્યાર બાદ માર્ચમાં ગાઝિયાબાદમાં પણ તેમના સમર્થનમાં પોસ્ટરો લાગ્યા હતા. પોસ્ટરોમાં લખ્યું હતું કે, ગાઝિયાબાદ કરે પુકાર, રોબર્ટ વાડ્રા અબકી બાર.
આપને જણાવી દઈએ કે, શુક્રવારે પણ લાલ કૃષ્ણ અડવાણીના સમર્થનમાં તેમને ટિકીટ નહીં આપવાને લઈ નિંદા કરી હતી.