નવી દિલ્હીઃ દિલ્હીના નોયડાના સેક્ટર 11માં મેટ્રો હોસ્પિટલમાં રોબર્ટ વાડ્રાને કમરમાં દુખાવાના કારણે સાંજના 5.30 વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને હાલ હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા છે. પ્રિયંકા ગાંધી પણ મેટ્રો હોસ્પિટલમાં વાડ્રાને જોવા પહોચ્યા હતા. મળતી માહિતી મુજબ સીનિયર ઑર્થોપેડિક સર્જન રૉબર્ટ વાડ્રાનો ઇલાજ કરી રહ્યા છે. પણ હોસ્પિટલ તરફથી કોઇ પણ જાણકારી નથી મળી કે તેમને શું થયુ છે.
રોબર્ટ વાડ્રાને અચાનક પીઠમાં દૂખાવો થતા હોસ્પિલમાં કરાયા દાખલ હોસ્પિટલની સુરક્ષા વધારાઇ
નોયડાના મેટ્રો હોસ્પિટલમાં ત્યારે હલચલ મચી ગઇ હતી જ્યારે પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને પીઠમાં દુખાવો અને પગની તકલીફ પછી સારવાર માટે મેટ્રો મલ્ટીસ્પેલિસ્ટ હોસ્પિટલ પહોચ્યા હતા. વાડ્રાને ગાડીમાંથી ઉતરતાની સાથે હોસ્પિટલ કર્મચારીઓ તેમનું દુખ જોતા તેમના માટે વ્હીલ ચેર લઇને આવ્યા હતા, પણ રોબર્ટ વાડ્રા ચાલીને ડૉક્ટર પાસે પહોચ્યા હતા.
તેમને હોસ્પિટલના ફસ્ટ ફ્લોર પર આવેલા વીઆઇપી વોર્ટમાં દાખલ કરી ડૉક્ટરોએ તેમની તપાસ શરૂ કરી છે. રોબર્ટ વાડ્રાએ મેટ્રો કોર્ટમાં દાખલ કરાતા હોસ્પિટલની આસપાસની સુરક્ષા વધારી દેવામાં આવી છે. નોયડાના સેક્ટર 24ના પોલીસ અધિક્ષક પણ ત્યા પહોચ્યા હતા. પ્રિયંકા ગાધી હોસ્પિટલમાં આવ્યા બાદ થોડા સમયમાં હોસ્પિટલમાં રહ્યા બાદ ત્યાથી જતી રહી હતી.
જાણકારી મળ્યા બાદ કોંગ્રેસના નેતાઓ અને દિલ્હીના નેતાઓ પણ હોસ્પિટલ પહોચ્યા હતા.