EDએ રૉબર્ટ વાડ્રાને મોકલી નોટિસ, કરશે પૂછપરછ - money
નવી દિલ્હી: ED એ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રૉબર્ટ વાડ્રાને પૂછપરછ માટે બોલાવ્યા છે. ઇડીએ કહ્યું કે વાડ્રાએ ખોટી રીતે લંડનમાં મિલકત ખરીદી છે અને તેમાં બ્લેક મનીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
ફાઇલ ફૉટો
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને ગુરુવારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ સમય દરમિયાન ઇડી લંડનની મિલકત અને તેના નજીકના મિત્ર સંજય ભંડારી વિશે વાડ્રાને પ્રશ્ન પણ કરી શકે છે.
આ પહેલા, ઇડીએ દિલ્હી હાઇકોર્ટને રોબર્ટ વાડ્રાની જામીનને નકારી કાઢવાની અપીલ કરી હતી. આ અરજી પર હાઇકોર્ટે રોબર્ટ વાડ્રાને નોટિસ પણ જાહેર કરી છે.