છત્તીસગઢ: છત્તીસગઢના આરંગ જિલ્લામાં આવેલા ગુલ્લુ ગામની વિદેશી દારૂની દુકાનના વોચમેન સાથે મારપીટ કરી ત્રણ ઈસમોએ દુકાનનું લોકર તોડી 10 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી.
આ ઘટનામાં સુરક્ષાકર્મીઓને ઘણી ઇજા પહોંચી હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાત્રે આશરે 3 થી 4 વાગ્યાના સુમારે ત્રણ ઈસમો દુકાનમાં ધસી આવ્યા હતા. દુકાનમાં બે ગાર્ડ સૂઇ રહ્યા હતા, તેમની સાથે મારપીટ કરી આ શખ્સો લોકરમાં રાખેલી રોકડ લઈ પલાયન થઇ ગયા હતા.