રાજસ્થાનઃ ધૌલપુર જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જોરવાલી માતા પાસે આવેલા સો ફૂટ રોડ ઉપર અડધો ડઝનથી વધુ સશસ્ત્ર લૂંટારૂઓએ એક મકાનમાં ઘુસીને પરિવારના સભ્યોને માર માર્યો હતો.
રાજસ્થાનઃ ધૌલપુરમાં લૂંટારૂઓએ ઘરમાં ઘુસીને માર મારી લૂંટને અંજામ આપ્યો - રાજસ્થાન ન્યૂઝ
રાજસ્થાનના ધૌલપુર જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જોરવાલી માતા પાસે આવેલા સો ફુટ રોડ ઉપર અડધો ડઝનથી વધુ સશસ્ત્ર લૂંટારૂઓએ એક મકાનમાં ઘુસીને પરિવારના સભ્યોને માર માર્યો હતો.
![રાજસ્થાનઃ ધૌલપુરમાં લૂંટારૂઓએ ઘરમાં ઘુસીને માર મારી લૂંટને અંજામ આપ્યો Robbery of a family hostage in the city fiercely](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8220252-246-8220252-1596026038412.jpg)
આ ઘટનામાં એક મહિલા સહિત 3 લોકો ઘાયલ થયા છે. જેમાં એક યુવાનને ગંભીર ઇજાઓ થતાં તેને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ અંગેની માહિતી મળતાં સીઓ દેવી સહાય મીણા હાઉસિંગ બોર્ડ પોલીસ ચોકી સાથે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી.
મળતી માહિતી મુજબ, જોરવાલી માતા પાસે આવેલ સો ફુટ રોડ પર નાથીલાલ પચૌરીનું ઘર છે. જેમાં ગત મોડી રાત્રે 3 વાગ્યાના અરસામાં અડધો ડઝનથી હથિયારબંધ લોકો ઘરમાં ઘુસી ગયા હતા. મકાનમાં સૂતેલા લોકોને ત્રાસ આપતા ભારે મારપીટ કરી હતી. માર માર્યા બાદ બદમાશોએ પરિવાર પાસેથી 7 હજાર રૂપિયાની રોકડ રકમ, સોનાના કુંડલ અને સોનાની ચેન સહિતની અન્ય ચીજો લૂંટી નાસી છૂટયા હતા. નાથીલાલ પચૌરી ઘાયલ છે. જેમાં રાઘવેન્દ્ર ગંભીર રીતે ઘાયલ થયો છે. જેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.