રાજસ્થાન: ભરતપુર જિલ્લાના નાદબાઈ નજીક જયપુર-આગ્રા નેશનલ હાઈ-વે(રાષ્ટ્રીય ધોરીમાર્ગ) પર લુલ્હારા નજીક ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યા હતા.
રાજસ્થાન: જયપુર-આગરા નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 4 લોકોનાં મોત - road accident
જયપુર-આગરા નેશનલ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.
![રાજસ્થાન: જયપુર-આગરા નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 4 લોકોનાં મોત નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7299158-thumbnail-3x2-wer.jpg)
નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત
આ મૃતકોમાં 2 મહિલા અને 2 પુરૂષોનો સમાવેશ થાય છે. અજાણ્યા વાહનની ટક્કરને કારણે આ અકસ્માત થયો હતો. અકસ્માતની જાણ મળતા પોલીસ અધિક્ષક સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મૃતદેહોને નાદબાઈ સીએચસી ખાતે મોકવામાં આવ્યા છે. આ તમામ મૃતકો જયપુર જોતવારાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.