ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આગામી 2 વર્ષમાં માર્ગ નિર્માણ પાછળ 15 લાખ કરોડ રૂપિયા ખર્ચાશે: ગડકરી

કેન્દ્રીય પ્રધાનના જણાવ્યા અનુસાર સરકાર, ટૂંક સમયમાં સ્ક્રેપ નીતિને અંતિમ સ્વરૂપ આપશે, તેમજ આગામી 2 વર્ષમાં માર્ગ નિર્માણ પાછળ 15 લાખ કરોડ રૂપિયા પણ ખર્ચ કરાશે.

nitin gadkari
nitin gadkari

By

Published : May 8, 2020, 12:37 AM IST

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ગુરુવારે કહ્યું કે, સરકાર આગામી બે વર્ષમાં રાજમાર્ગોના નિર્માણ પાછળ 15 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાની યોજના ધરાવે છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે, વાહન ભંગાર પોલિસી એટલે કે સ્ક્રેપેજ પોલિસી પણ ટૂંક સમયમાં ફાઇનલ થઈ જશે. માર્ગ પરિવહન અને હાઇવે પ્રધાન અને એમએસએમઇએ સોસાયટી ઑફ ઇન્ડિયા ઑટોમોબાઈલ મેન્યુફેક્ચર્સ (સિયામ) સંસ્થાના સભ્યો સાથેની એક વીડિયો કોન્ફરન્સમાં કહ્યું હતું કે વધઘટ થતી રહે છે.

તેમણે સભ્યોને વ્યવસાયમાં રોકડ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચન કર્યું. આ ઓટોમોબાઈલ ક્ષેત્ર પર કોરોના વાઇરસ રોગચાળાની અસરો અંગે ચર્ચા કરી હતી. વિકાસ માટે કામ કરતી વખતે ખરાબ સમયની યોજના બનાવીને પણ કામ કરવા કહ્યું હતું. ગડકરીએ કહ્યું કે, અમે 15 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરીને આગામી બે વર્ષમાં રસ્તા બનાવવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમનું મંત્રાલય સંમતિથી તમામ કેસ સમાપ્ત કરવા માટે દૈનિક કાર્યરત છે.

ABOUT THE AUTHOR

...view details