ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં માર્ગ અકસ્માત, 5 શ્રદ્ધાળુઓના મોત, 3 ઘાયલ - મહારાષ્ટ્રમાં રોડ અકસ્માત

મુંબઇ: મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં શુક્રવારે એક ગમખ્વાર રોડ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 5 લોકોના મોત નિપજ્યા હતા અને અન્ય 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

મહારાષ્ટ્ર : રોડ અકસ્માતમાં પાંચ શ્રદ્ધાળુઓના મોત,3 ઘાયલ

By

Published : Nov 8, 2019, 2:55 PM IST

પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, અમુક શ્રદ્ધાળુઓ પંઢપરુરથી એક ખાનગી વાહનમાં જઇ રહ્યા હતા. તેમનું વાહન એક ટેક્ટર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.

આ ઘટના 355 કિમી દૂર સંગોલા તાલુકાના મંજરી ગામના પંઢરપુર માર્ગ પર સર્જાયો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, પાંચ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા તો અન્ય 3ને ઇજા પહોંચી હતી. તમામ ઘાયલોને તાત્કાલિક સોલાપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અધિકારીએ જણાવ્યું કે, શ્રદ્ધાળુ પંઢરપુરમાં ભગવાન વિઠ્ઠલના મંદિરમાં દર્શન કરી પરત કર્ણાટકના બેલગામ જઇ રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details