ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉત્તર પ્રદેશઃ માર્ગ અકસ્માતમાં 6ના મોત, 4 ઘાયલ - latest news of uttar-pradesh

ઉત્તરપ્રદેશના કાનપુરમાં ડમ્પર સાથે ટેમ્પો અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે માસૂમ બાળકો સહિત 6 લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. જેમને સારવાર અર્થે કાનપુરની હોસ્પિટલમાં ખસેડાયા છે.

ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશ

By

Published : Jun 27, 2020, 9:05 AM IST

કાનપુરઃ ઉત્તર પ્રદેશમાં કાનપુરમાં પૂર ઝડપે આવી રહેલા ડમ્પરે એક ટેમ્પોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં છ લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત છે.

ઘાટપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ અકસ્માત સર્જાયો હતો. ટેમ્પોમાં ચાલક સહિત 10 લોકો સવાર હતા. જેમને ગંભીર ઈજા થતાં તાત્કલિક ધોરણે કાનપુરની હોસ્પિટલમાં ખેડવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે, રામપુર ગામમાં રહેલા ટેમ્પો ડ્રાઈવર પ્રેમ નારાયણ 10 લોકોને લઈને કાનપુર તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન પૂરઝડપે આવી રહેલા ડમ્પરે ટેમ્પોને ટક્કર મારી હતી.

ડમ્પર એટલી જોરથી ટેમ્પો સાથે અથડાયું હતું કે, ટેમ્પો ખાડામાં પડી ગયો હતો. જેના અવાજથી સ્થાનિકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સવારીઓને ટેમ્પામાંથી બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં બે માસૂમ બાળકો અને ટેમ્પો ચાલક સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે એક મહિલાએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details