ગુજરાત

gujarat

ETV Bharat / bharat

​​​​​​​ઝારખંડના ગઢવામાં બસ અકસ્માતમાં 6નાં મોત, 40 ઈજાગ્રસ્ત - bus Accident

રાંચી: ઝારખંડના ગઢવામાં એક પ્રવાસી બસ 100 ફૂટ ઊંડી ખાઈમાં પડવાને કારણે 6 પ્રવાસીઓના મોત થયા છે. જ્યારે આ અકસ્માતમાં 40 પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયેલ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે સદન હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

ઝારખંડ

By

Published : Jun 25, 2019, 9:36 AM IST

પ્રાપ્ત વિગતો અનુસાર પૉપુલર નામની બસ છત્તીસગઢના અમ્બિકાપુરથી ડાલ્ટનગંજ આવી રહી હતી. વધુ ગતિના કારણે બસ અનરાજ ઘાટીમાં અનિયંત્રિત થઈ ગઈ અને લગભગ 100 ફૂટ નીચે પડી ગઈ હતી. ઈજાગ્રસ્તોની સારવાર સદન હોસ્પિટલમાં થઈ રહી છે.

સિવિલ સર્જન ડૉ. એન. કે. રજકે હાલ સુધી બે લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે. બે ગંભીર રીતે ઈજાગસ્ત છે. જેમને રાંચી મોકવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં 7 બાળકો પણ ઈજાગ્રસ્ત થયા છે.

ABOUT THE AUTHOR

...view details