બિજનોર: કારમાં સવાર લોકો નૈનીતાલ એક કાર્યક્રમમાં ગયા હતા. તેઓ ત્યાંથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. બિજનોર જિલ્લાના નજીબાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરવનપુર કેનાલના રસ્તા ઉપર એક ઝડપી બોલેરો કાર બેકાબૂ થઇ હતી અને કેનાલની રેલિંગ તોડી નીચે ખાબકી હતી. પોલીસે સ્થાનિકોની મદદથી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
ઉત્તરપ્રદેશના બિજનોરમાં કાર નેહરમાં ખાબકતા ત્રણ લોકોના મોત - up news
ઉત્તરપ્રદેશના બિજનોરમાં ગઈકાલે (શનિવારે) રાત્રે એક કાર નહેરમાં ખાબકી હતી. નહેરમાં કાર ખાબકતા ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. આ ઘટનાની જાણકારી મળતા સ્થળ પર પહોંચેલા જિલ્લા વહીવટીતંત્રે બચાવ કામગીરી હાથ ધરી હતી અને કાર અને તેમા સવાર લોકોના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમાર્ટમ માટે જિલ્લા હોસ્પિટલ બિજનોર મોકલ્યા હતા.
કાર નેહરમાં ખાબકી
આ માર્ગ અકસ્માત અંગે એસ.પી ડો.ધર્મવીરસિંહે જણાવ્યું હતું કે, આ ત્રણ લોકો મોડી રાત્રે નૈનીતાલથી પરત આવી રહ્યા હતા. પોલીસે મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે ખસેડયા અને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.