ભીલવાડા: રાજસ્થાનમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. ઘટના ભિલવાડા-કોટા હાઇવેની છે. ટ્રેલર અને વાનની ટક્કરમાં સાત લોકોના મોત નીપજ્યા હતા. ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે ચાર લોકોના મોત હોસ્પિટલમાં થયા હતા.
રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત - ટ્રેલર અને વેન વચ્ચે ટક્કર
રાજસ્થાનના ભીલવાડામાં ટ્રેલર અને વાનની ટક્કરમાં સાત લોકોના મોત નીપજ્યા છે. આ ઘટના શનિવારે મોડી રાત્રે બિજોલિયાના કેસરપુરા નજીક બની હતી.
![રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત road accident in Bhilwara](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8697061-thumbnail-3x2-accident.jpg)
road accident in Bhilwara
મળતી માહિતી મુજબ બિજોલિયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વિનોદકુમાર મીના ઘટના સ્થળે પહોંચ્યા હતા. તમામના મૃતદેહને પોસ્ટમાર્ટ માટે ખસેડવામાં આવ્યા હતા.
આ વાનમાં 6 શખ્સો ભિલવાડા જિલ્લાના બિગોદ પોલીસ સ્ટેશન હેઠળ સિંગોલી ગામના હતા. એક વ્યક્તિ બિજોલીયા પોલીસ સ્ટેશન હેઠળ આવતા સલાવટિયા ગામનો હતો. વાનમાં સવાર તમામ પ્રવાસીઓ કોટા જિલ્લાના રાવતભાટા જઇ રહ્યા હતા.
Last Updated : Sep 6, 2020, 9:22 AM IST