ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારત રેલવેને ખાનગી ટ્રેન દોડાવવાની યોજનામાં 15 કંપની દ્વારા 120 અરજી મળી - રેલવે મંત્રાલય

ભારતીય રેલવે દ્વારા ખાનગી ટ્રેનની કામગીરી માટેની અરજીમા 15 કંપનીઓએ રસ દાખવ્યો છે. ભારતમાં ખાનગી ટ્રેનો દોડાવાની યોજનામાં 15 કંપની તરફથી 120 અરજીઓ મળી છે.

Qualification
Qualification

By

Published : Oct 8, 2020, 9:27 AM IST

નવી દિલ્હીઃ ભારતીય રેલવે દ્વારા ખાનગી ટ્રેનની કામગીરી માટેની અરજીમા 15 કંપનીઓએ રસ દાખવ્યો છે. રેલવે બોર્ડે કહ્યું હતું કે તેમને 15 કંપની તરફથી 120 અરજીઓ મળી છે. આમાં ભારતીય રેલવે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC), લાર્સન અને ટુબ્રો (એલ એન્ડ ટી), રેલવે મંત્રાલય, હેવી ઇન્ડસ્ટ્રીઝની કંપની (બીએચઇએલ) અને ખાનગી ક્ષેત્રની અગ્રણી કંપની GMRનો સમાવેશ થાય છે. જ્યારે દેશમાં 15 જુદી-જુદી કંપનીઓએ ખાનગી ટ્રેનો ચલાવવામાં રસ દાખવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, રેલવે મંત્રાલયે 1 જુલાઈએ 109 રૂટ પર ખાનગી ટ્રેનોને મંજૂરી આપવાની ઔપચારીક પ્રક્રિયા શરૂ કરી હતી. ક્લસ્ટર માટે જે 15 કંપનીઓએ અરજી કરી છે તેમાં અરવિંદ એવિએશન, ભેલ, કન્સ્ટ્રક્શન્સ વાય ઓક્જિલિયર ડી ફેરોકૈરિઇલ્સ, SA, ક્યુબ હાઇવે એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર III પ્રાઇવેટ લિમિટેડ, ગેટવે રેલ ફ્રેટ લિમિટેડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ લિમિટેડનો સમાવેશ થાય છે. કુલ મળીને 14 ભારતીય કંપનીઓ અને એક સ્પેનિશ કંપની ભારતમાં ખાનગી ગાડી ચલાવવાની તૈયારીમાં છે.

ઓક્જિલિયર ડી ફેરોકૈરિલાઇલ્સ, SA, ક્યુબ હાઇવે એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર III પ્રાઇવેટ લિમિટેડ, ગેટવે રેલ ફ્રેટ લિમિટેડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ લિમિટેડ. કુલ મળીને 14 ભારતીય કંપનીઓ અને એક સ્પેનિશ કંપની ભારતમાં ખાનગી ટ્રેન દોડાવા તૈયાર થઇ છે.

ઓગસ્ટમાં હરાજી પહેલા મળેલી બેઠકમાં બોમ્બાર્ડિયર ટ્રાન્સપોર્ટેશન ઇન્ડિયા, સિમેન્સ લિમિટેડ, અલ્સ્ટોમ ટ્રાન્સપોર્ટ ઇન્ડિયા લિમિટેડ સહિત કુલ 23 કંપનીઓએ હરાજી પૂર્વેની બેઠકમાં રસ દાખવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે રેલવે 12 ક્લસ્ટરોમાં 140 માર્ગ પર PPP હેઠળ ટ્રેન દોડાવા માટે 1 જુલાઇએ આરપએફક્યુ મંગાવ્યા હતા. તમામ ક્લસ્ટર મળીને ખાનગી કંપનીઓને કુલ 150 અત્યાધુનિક ટ્રેનો લાવવાની રહેશે. રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, રેલ્વે ખાનગી ટ્રેનોને સંચાલિત કરવાની મંજૂરી આપવાથી રેલવેને 30 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થવાની સંભાવના છે.

રેલવે દ્વારા 12 ક્લસ્ટર્સમાં ખાનગી ટ્રેન દોડાવાની યોજના છે, જેમા મુંબઇ 1 અને મુંબઇ 2, દિલ્હી 1 અને દિલ્હી 2, ચંદિગઠ, હાવડા,પટના,પ્રયાગરાજ,જયપુર, ચૈન્નય અને બેંગ્લોરનો સમાવેશ છે.

રેલવે દ્વારા જણાવામાં આવ્યું હતુ કે, આ તમામ અરજી પર ઝડપથી મુલ્યાકન કરવામા આવશે અને ક્વોલીફાઇડ કંપનિઓ માટે RFQ ડેક્યૂમેન્ટસ નવેમ્બર સુધીમાં મળી જશે. રેલવેનું લક્ષ્ય આ પ્રક્રિયા ફેબ્રુઆરી 2021 સુધીમાં પૂર્ણ કરવાનું છે.

ABOUT THE AUTHOR

...view details