ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તેજસ્વી યાદવે RJDનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, અનેક મોટા વચનો આપ્યા - lok sabah election

નવી દિલ્હી: રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે સોમવારે લોકસભા ચૂંટણી માટે પોતાની પાર્ટીનો મેનીફેસ્ટો જાહેર કર્યો છે. તેમણે આ મેનીફેસ્ટોને 'પ્રતિબદ્ધતા પત્ર' નામ આપ્યું છે.

RJDનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો

By

Published : Apr 8, 2019, 4:40 PM IST

તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે, સરકારી નોકરીમાં પ્રમોશનમાં અનામત, પ્રાઈવેટ ક્ષેત્રમાં અનામત, પલાયન રોકવાના પ્રયત્નો, તાડીને કાયદેસર કરવાની વાત પર જોર આપ્યું છે. તેજસ્વીએ વધુમાં કહ્યું હતું કે, જો અમારી સરકાર બનશે તો દલિત અને બહુજન માટે અદાલતોમાં પ્રતિનિધિત્વને પણ વધારે મજબૂત કરવામાં આવશે.

આ ઢંઢેરામાં તેમણે સંખ્યાના આધારે અનામત આપવાની વાતને જોર આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, રોજગારી વધારવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવશે. GDPના 4 ટકા સ્વાસ્થ્ય પર ખર્ચ કરવામાં આવશે. તથા 7 અને 8 પાસને સૈનિકમાં ભરતી કરવામાં આવશે. ખાલી પડેલી સરકારી જગ્યાઓને ભરવામાં આવશે.

આ રહી RJDની મહત્વની જાહેરાત

  1. પંચાયત સ્તરે સક્ષમ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવશે.
  2. દલિતો અને અન્ય પછાત વર્ગને વસ્તીના આધારે અનામત આપવામાં આવશે.
  3. 2021માં જાતીગત વસ્તીગણતરી કરવામાં આવશે.
  4. પ્રવાસી બિહારીઓ માટે હેલ્પ સેંન્ટર
  5. ખાનગી ક્ષેત્રમાં બહુજન સમાજ માટે અનામતની વ્યવસ્થા
  6. GDPનો 4 ટકા સ્વાસ્થ્ય પર ખર્ચ કરાશે.
  7. બિહારમાં તાડીને કાયદેસર કરવામાં આવશે.
  8. પોલીસ ભરતીમાં 7 અને 8 પાસને ભરતી કરાશે.

ABOUT THE AUTHOR

...view details