મુંબઇ: રિયા અને શૌવિક ચક્રવર્તી દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર આજે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે. સુનાવણી બુધવારે થવાની હતી પરંતુ ભારે વરસાદના કારણે મુલતવી રાખવામાં આવી હતી.
બોમ્બે હાઈકોર્ટમાં રિયા અને શૌવિકની જામીન અરજી પર આજે સુનાવણી - Sushant Singh Rajput case
સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યાના કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરતી સેન્ટ્રલ એજન્સી ફોર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે. તેમણે જામીન માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેની સુનાવણી આજે થવાની છે.
રિયા
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ડ્રગ એંગલની તપાસ કરી રહી છે. NCBએ અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તીની ધરપકડ કરી છે. જે બાદ તેમણે મંગળવારે બોમ્બે હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જેની સુનાવણી આજે થવાની છે.
રિયા ચક્રવર્તીની 9 સપ્ટેમ્બરના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે કોર્ટે રિયાની જામીન અરજી નામંજૂર કરી હતી અને તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી હતી.