ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સુશાંત કેસ: રિયા ચક્રવર્તીના જામીન આરજી પર આજે હાઇકોર્ટમાં ચુકાદો

વિશેષ NDPS કોર્ટે રિયા અને શૌવિકની ન્યાયિક કસ્ટડીમાં વધારો કર્યાના એક દિવસ બાદ આજે બુધવારના રોજ બોમ્બે હાઈકોર્ટ પોતાનો ચુકાદો જાહેર કરશે. કોર્ટ આજે રિયા, મિરાંડા અને સાવંતની અરજી પર જામીન અરજી પર પોતાનો ચુકાદો આપશે.

By

Published : Oct 7, 2020, 10:54 AM IST

સુશાંત કેસ
સુશાંત કેસ

મુંબઇ: સુશાંત સિંહના કેસ સાથે જોડાયેલા કેસમાં બોમ્બે હાઈકોર્ટ આજે રિયા ચક્રવર્તી, સેમ્યુઅલ મીરાંડા અને દિપેશ સાવંતની જામીન અરજી પર ચુકાદો આપશે. તો પહેલા 29 સપ્ટેમ્બરના રોજ કોર્ટે અરજી પર સુનાવણી મુલતવી રાખી હતી

ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ વિશેષ NDPS કોર્ટે રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તીની ન્યાયિક કસ્ટડીમાં 20 ઓક્ટોબર સુધી વધારો કર્યો હતો.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત સંબંધિત ડ્રગ તપાસ અંગે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા આ બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

NDPSની એક વિશેષ અદાલતે NCB દ્વારા ધરપકડ કરાયેલી અભિનેત્રી રિયા અને તેના ભાઈ શૌવિક અને અન્ય આરોપીઓની ન્યાયિક કસ્ટડીમાં 20 ઓક્ટોબર સુધીનો વધારો કર્યો છે.

વિશેષ અરજીમાં આ અગાઉ અભિનેત્રી અને તેના ભાઈની જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી.

ત્યારબાદ તેણે જામીન માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટે 29 સપ્ટેમ્બરના રોજ તેમની અરજી પર સુનાવણી મુલતવી રાખી હતી.

સેન્ટ્રલ બ્યુરો ઈન્વેસ્ટિગેશન (CBI) રિયા ચક્રવર્તી અને અન્ય લોકો વિરુદ્ધ અભિનેતાને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપ હેઠળ કેસની અલગથી તપાસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details