RJD સાંસદ મનોજ ઝા એ NDAના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ હતું કે લાલુ યાદવને ખતરો તેમનાથી છે જેને તેમના રાજકારણ અને રાજકીય સિદ્ધાંતોથી ખતરો છે.
RJD નેતાએ કહ્યું કે,રાજદ સુપ્રિમોને વધુ સારી સારવારની જરૂર છે. પરંતુ ષડયંત્ર હેઠળ તેમને યોગ્ય સારવાર આપવામાં આવી નથી. તેમના જીવનનો જોખમ તેમનાથી છે જેમને તેની રાજકારણ અને રાજકીય સિદ્ધાંતોથી ખતરો છે, અને મનોજ ઝાએ PM મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, તેઓ દિલ્હીની ગાદી પર બેઠેલા નમ્ર નેતાનો નકાબ લાલુ યાદવ ઉતારી ફેકશે.
વધુમાં તેમણે JDUના પ્રવક્તા નીરજ કુમાર પર પણ આકરા પ્રહારો કર્યા હતા. મનોજ ઝાએ કહ્યું કે નીરજ કુમારનું બીજું કોઈ કામ નથી, તેમણે વાંચવાનું અને લખવાનું છોડી દીધું છે, તેથી વિપરીત નિવેદનો આપતા રહે છે. તેઓ કોઈ કાયદો જાણતા નથી. હું તેમના નિવેદન પર કોઇ પણ પ્રકારની ટિપ્પણી કરવા માંગતો નથી.
મનોજ ઝા, કેન્દ્રીય પ્રધાન અશ્વણી ચૌબે પર લક્ષ્ય બનાવતા કહ્યું કે, અશ્વિની ચોબે બાદશાહના સંબંધી છે. તેઓ બાદશાહ નરેન્દ્ર મોદીના દરબારી છે. તેઓ માને છે કે લોકશાહી તેમના માટે નથી. આકાશમાં ઉડવા વાળા રાજા અને તેના દરબારઓને ધૂલ ચટાવશુ.