મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરે કહ્યું છે કે, ભારત સરકારે કોરોના વાઇરસ સામે લડવા કટોકટી જાહેર કરવી જોઈએ. પરંતુ સોશિયલ મીડિયા પર ઋષિની વાતો લોકોને પસંદ નહોતી.
ઋષિ કપૂરે કહ્યું કે દેશમાં કટોકટી જાહેર થવી જોઇએ, થયા ટ્રોલ...
અભિનેતા ઋષિ કપૂર હંમેશાં ટ્રોલર્સના નિશાન પર આવે છે. કેટલીક વાર મીડિયા દ્વારા તો ક્યારેક પોતાના નિવેદન સાથે. આ વખતે પણ તેમના એક નિવેદનના કારણે તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે.
અભિનેતા ઋષિ કપૂર
કપૂરે ટ્વિટર પર કહ્યું, કે, અમારા પ્રિય ભારતીયો. આપણે દરેક પરિસ્થિતિમાં તાત્કાલીન જાહેરાત કરવી જોઇએ. જુઓ દેશમાં શું ચાલી રહ્યું છે. જો તમને ટીવી પર વિશ્વાસ હોય તો લોકોને પોલીસકર્મીઓ અને તબીબી કર્મચારીઓને માર મારતા હોય છે. પરિસ્થિતિને નિયંત્રણમાં રાખો. તે કરવા માટે બીજો કોઈ રસ્તો નથી. તે આપણા બધાના હિતમાં છે.
ઋષિ કપુરના મોટા ભાગનાા ચાહકોએે તેમના વિચારો ટ્રોલ કરવાનું શરૂ કર્યું.
- એક ચાહકે સવાલ કર્યો કે, "આ સમસ્યાને તાત્કાલીન કેવી રીતે સુધારવામાં આવશે, જ્યારે આ સમસ્યા લોકડાઉનથી સુધરશે નહીં?”
- બીજા એક ચાહકે લખ્યું કે, "સર આ એટલું સરળ નથી. અમારી પાસે ગરીબ લોકો માટેની કોઇ યોજના નથી તો તેઓ કેવી રીતે જીવન જીવી શકે.”
- એક ચાહકે લખ્યું કે, "આપનો આભાર, શું મુંબઇના લોકો ઋષિ કપૂરના ઘરની આસપાસ 70 મીટર ઉચી દીવાલ બનાવી શકે છે. જેથી તે તાત્કાલીન અનુભવ કરી શકે અને ખુશ રહે.”
- ઋષિએ તાજેતરમાં જ નેટીઝને ચેતવણી આપી હતી કે, તે તેમની જીવનશૈલીની મજાક ન ઉડાવે, પરંતુ ચાહકોએ ફરીથી તેમના દારૂના સેવન અંગેની જાણકારી આપી.
- એક ચાહકે લખ્યું કે, ”દારૂ સમસ્યારૂપ વિચારસરણી બનાવે છે. શાંત રહો, શ્રી કપૂર બન્નેમાંથી કોઇ એકને પંસંદ કરો”
- એક અન્ય વ્યક્તિએ લખ્યું કે, "રાત્રે 9 વાગ્યા પછી તેમના ટ્વીટને ગંભીરતાથી ન લો."
- હકીકતમાં, 21 દિવસના લોકડાઉનની ઘોષણા પછી, એક વ્યક્તિએ ઋષિને પૂછ્યું, "દારુકા કોટા ફુલ હેના ચિન્ટુ ચાચા." વ્યક્તિના આ સવાલનો જવાબ આપતા ઋષિએ તેનો જવાબ આપ્યો કે, આ બીજો મૂર્ખ છે.