ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉદ્વવ ઠાકરેનો વ્યંગઃ ભાજપ શાસિત રાજ્યોમાં જ CAAના વિરોધામાં હિંસા ભડકી - Citizenship (Amendment) Act

પત્રકાર પરિષદને સંબોધતા મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્વવ ઠાકરેએ ભાજપ પર આડકતરી રીતે નિશાન સાધ્યુ હતું. તેમણે વ્યંગ કરતાં કહ્યુ હતું કે, જે રાજ્યોમાં ભાજપની સરકાર છે ત્યાં જ CAAની સામે વિરોધપ્રદર્શન દરમિયાન હિંસા ભડકી છે.

A
ઉદ્વવ ઠાકરેનો વ્યંગઃ ભાજપ શાસિત રાજ્યોમાં જ CAAના વિરોધામાં હિંસા ભડકી

By

Published : Feb 24, 2020, 4:18 AM IST

મુંબઈઃ મહારાષ્ટ્રના ચીફ મીનિસ્ટર ઉદ્વવ ઠાકરેએ રવિવારે મોટું નિવેદન આપતા કહ્યુ હતું કે, ભાજપ શાસિત રાજ્યોમાં CAA સામે હિંસક પ્રદર્શનો, તોફાનો થયા છે.

તેમણે ઉમેર્યુ હતું કે, 'મહારાષ્ટ્રમાં CAAના વિરોધામાં કોઈ હિંસક તોફાનો થયા નથી. જ્યારે ઉત્તર પ્રદેશ જેવા ભાજપના શાસનવાળા રાજ્યોમાં પ્રદર્શનો થયા છે.દિલ્હી પણ ગૃહ મંત્રાલયના તાબમાં આવે છે. ત્યાં પણ હિંસક પ્રદર્શન થયા છે. દિલ્હીમાં શાહિન બાગ જેવા દેખાવો 60 દિવસથી ચાલી રહ્યા છે'

જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ઉપર થયેલી હિંસા અંગે ટિપ્પણી કરતાં ઠાકરેએ કહ્યુ હતું કે, ' જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ઘુસી જઈ આતંક ફેલાવનારાએ જે હિંસા કરી હતી. તેવા લોકોની ધરપકડ થઈ હોય એવું હજુ સુધી મારા જાણવામાં આવ્યુ નથી'

નાગરિક્તા સંશોધન કાયદા અંગે પોતાનું સ્ટેન્ડ સહયોગી દળ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસને કહ્યું હોવાનું ઠાકરેએ જણાવ્યુ હતું. સોમવારથી બજેટ સેશન શરુ થશે તેની જાણકારી પણ મુખ્યપ્રધાન ઉદ્વવ ઠાકરેએ આપી હતી.

ABOUT THE AUTHOR

...view details