ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભૂખથી પીડાતો RIMSનો દર્દી ખાઈ રહ્યો છે કબૂતરોનું ચણ.. - ઝારખંડ

RIMSનો દર્દી ભૂખથી પીડાતા કબૂતરને નાખવામાં આવેલા ચોખા ખાધા હતા. આ ચોખા પક્ષીઓ માટે ઓપીડી સંકુલના કમ્પાઉન્ડમાં ફેંકવામાં આવતા હતા.

RIMS patient eats leftover food out of hunger
રિમ્સના ડાયરેક્ટર, ડૉ ડી. કે. સિંહે કહ્યું કે, મેં તેના ફોટાગ્રાફ્સ જોયા છે. મેં તેના વિશે પૂછપરછ કરી છે.

By

Published : Apr 5, 2020, 8:45 AM IST

ઝારખંડ: રાંચીમાં રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (રિમ્સ)ના એક દર્દીએ ભૂખમરાથી બચવા ચોખા ખાધા હતા, જેને ઓપીડી સંકુલમાં પક્ષીઓ માટે ફેંકી દેવામાં આવતા હતા. આ દર્દીનું નામ ફિલિપ છે. તે છેલ્લા ઘણા દિવસોથી હોસ્પિટલમાં સારવાર અર્થે રાખવામાં હતો. આ દર્દી ભૂખથી તડપી રહ્યો હતો. તેના એક પગમાં સળિયા લગાવેલો હોવાથી જમવા માટે બહાર જવું તેના માટે શક્ય નથી.

ઇટીવી ભારતે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ફિલિપ પોતાની વ્યથા વ્યક્ત કરવાની સ્થિતિમાં ન હતો. રિમ્સના ડાયરેક્ટર, ડૉ ડી. કે. સિંહે કહ્યું કે, મેં તેના ફોટાગ્રાફ્સ જોયા છે. મેં તેના વિશે પૂછપરછ કરી છે. જો કોઈ દર્દી સાથે ન હોય તો, તેને કેમ રજા આપવામાં આવી?

રિમ્સના ડાયરેક્ટર, ડૉ ડી. કે. સિંહે કહ્યું કે, મેં તેના ફોટાગ્રાફ્સ જોયા છે. મેં તેના વિશે પૂછપરછ કરી છે.

આ અગાઉ પણ આવી ઘટના 9 જાન્યુઆરીના રોજ બની હતી, જ્યારે ભૂખથી પીડાતી એક મહિલાએ ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ કોરિડોરમાં જીવતું કબૂતર ખાવાનો પ્રયાસ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details